Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હાલોલ ડેપો પાસે બસમાં ચઢવા જતા મુસાફરને ઇજા પહોંચી
દાહોદ જિ.ના ધાડ લૂંટ ગેંગના 3 સભ્યોને પાસા હેઠળ ઘરપકડ કરી જેલમાં ધકેલાયા
સંતરામપુરના ભુવનેશ્વરી મંદિર પાસે યુવાનનું રહસ્યમય મોત
દાહોદજિલ્લાની આંબલી ખજુરીયા ગામની ધાડ લુંટની મિનામા ગેંગના ત્રણને ડેન્જર પર્સન (માથાભારે) તરીકે પાસા ધારા હેઠળ ગોધરા એલ.સી.બી. પોલીસે ધરપકડ કરી ત્રણેયને અલગ અલગ મધ્યસ્થ જેલો રાજકોટ, અમદાવાદ, સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે.
પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષક આર.વી.અસારીની સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જે. ચાવડા તથા પો.સ.ઇ. એચ.બી. ઝાલા નાઓને આપેલ સુચના અને માર્ગદર્શન પ્રમાણે દાહોદ જિલ્લાની આંબલી ખજુરીયાની ધાડ લુંટની મિનામા ગેંગના સાગરીતો વજેસીંહ ઉર્ફે વરી પાંગળાભાઇ મિનામા, સુરેશભાઇ જોરસીંગભાઇ મિનામા ( બંને રહે.આંબલી ખજુરીયા મિનામા ફળીયુ તા.ગરબાડા જિ.દાહોદ), જયેશભાઇ વસનાભાઇ ડામોર (રહે.નઢેલાવ કાગણી ફળીયુ તા.ગરબાડા જિ.દાહોદ) તેઓના સાગરીતોએ પાવાગઢ પાસે જુના ઢીંકવા ગામે આવેલા મકાનોમાં મારક હથીયારો સાથે આવી દાગીના તથા રોકડાની લુંટ કરી હતી. મોરવા તાલુકાના સુલીયાતમાં પણ હથીયારો સાથે આવી લાકડાના ડંડાઓથી માર મારી લુંટ કરી હતી. નાસી ગયેલ હતા. પોલીસ અધિક્ષક આર.વી.અસારીનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર ડી.જે.ચાવડાનાઓની ઉપરોકત આરોપીઓની ડેન્જર પર્સન તરીકે પાસા હેઠળ કાર્યવાહી કરવા માટે પાસા પ્રપોઝલ તૈયાર કરી મે. જિલ્લા મેજી. અને કલેકટરને મોકલી આપતા ગુનાઓની ગંભીરતાને ધ્યાને લઇ ત્રણેય ઇસમોને પાસા હેઠળ અટકાયત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
જેના આધારે એલસીબી પોલીસ દ્વારા વજેસિંહ ઉર્ફે વરી પાંગળાભાઇ મિનામાને રાજકોટ મધ્યસ્થ જેલ, જયેશભાઇ વસનાભાઇ ડામોરને મધ્યસ્થ જેલ અમદાવાદ તથા સુરેશભાઇ જોરસીંગભાઇ મિનામાને મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
ત્રણેયને મધ્યસ્થ જેલો રાજકોટ, અમદાવાદ, સુરત ખાતે મોકલી અપાયા
આંબલી ખજુરીયાની લુંટની મિનામા ગેંગના માથાભારે તરીકે ધરપકડ કરી હતી