તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • તાલુકાના વિકાસ માટે યોજનાઓને હકીકતમાં ફેરવવા માટે અનુરોધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલુકાના વિકાસ માટે યોજનાઓને હકીકતમાં ફેરવવા માટે અનુરોધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહીસાગરજિલ્લાના પ્રભારી સચિવ ટી.નટરાજનની અધ્યક્ષતામાં ખાનપુર વિકાસશીલ તાલુકા અંગે રીવ્યું બેઠક યોજીવામાં આવી હતી.જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ બેઠકમાં ભાગ લીધો હતો અને તાલુકાને મળેલી વર્ષ 2016-2017ના વિકાસ કામોની દરખાસ્તો રૂ 580.34 લાખ વિવિધ વિભાગો તરફથી જિલ્લા આયોજન અધિકારીને મોકલવામાં આવી હતી તે અંગે બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત માિહતી અનુસાર, મહીસાગર જિલ્લાના ત્રણ વિકાસશીલ તાલુકાઓ સંતરામપુર, કડાણા અને ખાનપુર તે પૈકીના વિકાસશીલ તાલુકાના પ્રભારી સચિવ અને જિલ્લા પ્રભારી ટી.નટરાજનની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી કોન્ફરનસ હોલ ખાતે તાલુકાના આયોજન અંગે જિલ્લા આયોજન અધિકારી ચૌહાણ દ્વારા વિકાસ મેપ રજૂ કરવામાં આવ્યો હતો અને પ્રેઝન્ટેશન દ્વારા તાલુકાના 86 ગામો માટે કૌલગી સમિતિના 44 મુદ્દાઓ અને માપદંડો અન્વયે માનવ વિકાસ સૂચકાંક અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

તેમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, સિંચાઇ તેમજ રોજગારી અંગે બેઠકમાં પ્રભારી સચિવએ જિલ્લા કલેક્ટર કે.બી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લાના અન્ય વિભાગોના અમલીકરણ અધિકારીઓ સાથે તાલુકાના વિકાસ માટે ત્રણ ચાર વર્ષના અગાઉના સર્વેને આધારે ચોક્કસ વિકાસ કઇ રીતે કરી શકાય અને ગતિશીલ ગુજરાતમાં તાલુકો કઇ રીતે પ્રગતિ કરે તેવો ટ્રેન્ડ રજૂ કરવા જણાવયું હતું અને ચોક્કસ કોક્રીટ આયોજન કરી જન સુખાકારી માટે રાજ્ય સરકારની હયાત યોજનાઓને કામે લગાડી જમીની હકિકતમાં ફેરવવા ખાસ ભાર મૂક્યો હતો. જેમાં જિલ્લા કલેક્ટરે પણ પોતાના પ્રવાસ આધારે જે કઇ બાબતો ધ્યાને આવે તે પ્રભારી સચિવ સમક્ષ રજૂ કરી હતી. જેમાં વર્ષ 2014-15ના કામો 30-9-16 સુધી પૂર્ણ કરવા તેમજ દરખાસ્ત કામોના ટેન્ડરીંગ કરી કામો ત્વરીત ગતિએ હાથ ધરવા સૂચના આપી હતી.

એટીવીટીના કામો તથા સ્થાનિક પદાધિકારીઓ દ્વારા સૂચવેલા અને રચનાત્મક સૂચનો ઇનોવેટીવ કામો ને પણ પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા પોલીસ વડા, અધિક નિવાસી કલેક્ટર સી.આર.સંગાડા, ઇનચાર્જ જિલ્લા વિકાસ અધિકારી પંડ્યા, પ્રાંત અધિકારીઓ, જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ બેઠકમાં ભાગ લીધો હતો અને તાલુકાને મળેલી વર્ષ 2016-17ના વિકાસ કામોની દરખાસ્તો રૂ 580.34 લાખ વિવિધ વિભાગો તરફથી જિલ્લા આયોજન અધિકારીને મોકલવામાં આવી હતી તે અંગે બેઠકમાં ચર્ચા હાથ ધરાઇ હતી.

સંતરામપુર, કડાણા, ખાનપુર તાલુકાની રીવ્યું બેઠક

કોલગી સમિતિના 44 માપદંડો અંગે સમીક્ષા કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો