તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • મહી. જિલ્લામાં આધારકાર્ડ કાઢવાની કામગીરી ચાલું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહી. જિલ્લામાં આધારકાર્ડ કાઢવાની કામગીરી ચાલું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માલિકી બાબતે કલેક્ટરને આવેદન

રાજ્યમાંયુનિક આઇડેન્ટીફિકેશન અમલીકરણ કાર્યક્રમ અન્વયે આધાર નોંધણી કામગીરી હાલ મહીસાગર જિલ્લામાં ચાલુ છે. જિલ્લાના તાલુકા અને ત્રણ નગરપાલિકા વિસ્તાર તેમજ પ્રાથમિક શાળાના બાળકોના પણ આધાર કાર્ડ કાઢવાની કામગીરી મહીસાગર જિલ્લામાં ચાલી રહી છે. જેના માટે જિલ્લામાં હાલમાં કુલ 28 કીટો ઉપલબ્ધ કરાવવામાં આવી છે .

ભારત સરકારના આયોજન પંચ. (નીતિ આયોગ) દ્વારા ભારતના તમામ નિવાસીઓને યુનિક આઇડેન્ટીફિકેશન નંબર આધારકાર્ડના હેતુસર ગુજરાત સરકાર દ્વારા ખાસ ઝુંબેશ ઉપાડી છે. નવા જન્મેલા બાળકો 5 વર્ષની વયથી લઇને 15 વર્ષ સુધીના બાળકોનું પણ બાયોમેટ્રિક કાઢવાના હોઇ સાથે સાથે તમામ નાગરિકો પણ પોતાનો આધાર કાર્ડ કઢાવીને પોતાની આગવી ઓળખ પહેચાન બને તેમજ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ કારી યોજનાનો સીધો લાભ લેવા માટે પુરાવાને માન્ય રાખેલ છે. તેમજ તેનો આધાર નંબર બેંક ખાતા સાથે જોડીને સીધી સહાય તેના ખાતામાં જમા કરવામાં કાર્ડ ખૂબજ જરૂરી દસ્તાવેજ હોઇ તાલુકા અને ત્રણ પાલિકા વિસ્તાર તેમજ પ્રાથમિક શાળાના બાળકોના પણ આધાર કાર્ડ કાઢવાની કામગીરી મહી. જિલ્લામાં ચાલી રહી છે. જેના માટે જિલ્લામાં હાલમાં કુલ 28 કીટો ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને વહીવટી તંત્ર દ્વારા તેમજ એજન્સીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાની કુલ અંદાજીત વસતી 1086624 જેટલી છે. જેમાંથી ૭૬૨૩૨૩ લોકોની આધાર નોંધણી થઇ ચૂકી છે જેની ટકાવારી 76.48 છે બાકીના રહી ગયેલા અંદાજીત 233911 નાગરિકો પણ વહેલી તકે કાર્ડ કઢાવીને ચિંતામુક્ત બને તેવી વહીવટી તંત્ર દ્વારા અપિલ કરવામાં આવે છે સાથો સાથ આધાર કાર્ડ નવું કઢાવવાની કોઇ ફી લેવાતી નથી પણ આધાર કાર્ડમાં નામમાં ભૂલ હોય કે સરનામું કે બીજી કોઇ પણ ક્ષતિ હોય તો નજીવી ફી લઇને સુધારા વધારા કરી આપશે.

જિલ્લામાં 76.48% કામગીરી કરાઇ

વહેલી તકે કાર્ડ કઢાવી લેવા અપિલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો