તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • મહી. જિ. સંકલન સમિતિ 1 2ની બેઠકમાં ગતિશીલ ગુજરાતના લક્ષ્યાંકોનો રિવ્યુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહી. જિ. સંકલન સમિતિ 1-2ની બેઠકમાં ગતિશીલ ગુજરાતના લક્ષ્યાંકોનો રિવ્યુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લાવહીવટી તંત્ર દ્વારા દર ત્રીજા શુક્રવારે જિલ્લા સંકલન ભાગ 1 2 ની બેઠક યોજવામાં આવે છે. જેમાં જિલ્લાના તમામ વિભાગોની કામગીરીની સમિક્ષા અને ભૌતિક સિધ્ધિ અંગે રિવ્યુ કરવામાં આવે છે. જિલ્લાના પ્રભારી સચિવ ટી.નટરાજનની અધ્યક્ષતામાં બેઠકનો રિવ્યું અને વાસ્તવિક સ્થિતિનો પ્રેઝન્ટેશનના આકડા સાથે પ્રગતિ અહેવાલ રજૂ કરાયો હતો.

બેઠકમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સર્વ હીરાભાઇ પટેલ ધારાસભ્ય, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, જિ. પંચાયતના પ્રમુખ ડૉ.શીલાબહેન નિનામાં ઉપસ્થિત રહ્યા હતા અને જનતા દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અંગે લેખિતમાં આપેલા જવાબો અંગે વાસ્તવિકતા અંગે ચર્ચા કરાઇ હતી. લુણાવાડાના ધારાસભ્યએ કારંટા જૂથ પાણી પુરવઠા યોજના અંગે કેટલા ગામોને પાણી મળે છે કેટલા ગામો બાકી છે તે અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા. જેને પ્રભારી સચિવએ ગંભીરતા પૂર્વક લઇને કાર્યપાલક ઇજનેરને સ્થળ પર જઇ વાસ્તવિક પરિસ્થિતિ જોઇને જવાબ રજૂ કરવા સૂચના આપી હતી. 2જી ઓક્ટોમ્બર સુધીમાં લક્ષ્યાંક સંપૂર્ણ પૂર્ણ કરવા જણાવ્યું હતું પૂર્ણન થાય તો સબંધિત અધિકારીની જવાબદારી રહેશે. બેઠકમાં સરકારી લેણાની વસુલાત, પેન્સન કેશ, ખાતાકીય તપાસ, ગરીબ કલ્યાણ મેળા અંગેના લાભાર્થીના પસંદગી, અધિકારીની ટીમ દ્વારા તાલુકાના ગામડાનો પ્રવાસ કરી તેમના પ્રશ્નોનું નિરાકરણ કરી જાણ કરવી. વન અધિકાર અધિનિયમ હેઠળ જંગલની જમીન, તારની વાડ, વૃક્ષારોપણ, કુપોષણ અંગે બેઠકમાં ચર્ચા કરાઇ હતી. જિલ્લા કલેક્ટર કે.બી.ઉપાધ્યાય દ્વારા અન્ય વિભાગોની બેઠકો પણ યોજવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો