તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • 80.83% રેશન કાર્ડની કામગીરી પૂર્ણ થતા રાજ્યમાં પંચ.નો ડંકો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

80.83% રેશન કાર્ડની કામગીરી પૂર્ણ થતા રાજ્યમાં પંચ.નો ડંકો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અન્નપૂર્ણાયોજના હેઠળ પંચમહાલ જીલ્લાના લાભાર્થીઓને વહેલી તકે લાભ આપવા પુરવઠા તંત્ર કટ્ટીબધ્ધ બન્યુ છે. ત્યારે છેલ્લા એક વર્ષથી આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટની નોંધણી કરાઇ રહી છે. ત્યારે પંચ. જીલ્લામાં 80.83 ટકા રેશન કાર્ડની કામગીરી પૂર્ણ થતા રાજ્યમાં પંચ. જીલ્લાએ પ્રથમ નંબર મેળ્યો છે.

જીલ્લા કલેક્ટર પી ભારથીના માર્ગદર્શન હેઠળ પુરવઠા અધિકારી એમ એસ ગઢવી દ્વારા એક પણ પરિવાર આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટથી વંચીત રહે તે માટે ગોધરા, હાલોલ, કાલોલ,મોરવા સહિતના ગ્રામ્ય વિસ્તારોને આવરી લેવા વર્ષ દરમ્યાન અભિયાન આદર્યુ હતુ જેમા સરકારી જવાબદાર પુરવઠા ટીમના સભ્યોએ રાત દિવસ ઓન લાઇન મેચીંગ કરીને સાચા લાભાર્થી નક્કી કર્યા હતા. ત્યારે પુરવઠા વિભાગને કામગીરીનો રાજ્યમાં ડંકો વાગ્યો છે. એક પણ લાભાર્થી હકથી વંચિતન રહે તેમાટે હાથ ધરાયેલ કામગીરી જોતા સમગ્ર રાજ્યમાં જીલ્લાએ પ્રથમ નંબર મેળ્વ્યો છે. જીલ્લામાં 285695 રેશન કાર્ડની સંખ્યા છે અને તેમા 1646602 વસ્તીને આવરી લે છે અને 239017 રેશન કાર્ડ અને 7334110 જન સંખ્યાને આધાર કાર્ડ સાથે એન્ટ્રી અપાઇ છે. ભારત સરકારના આદેશ અનુસાર હયાત વસ્તી સાથે બેંક એકાઉન્ટ જોડાતા સમગ્ર જીલ્લામાં 80.83 ટકા રેશન કાર્ડની કામગીરી ઓન લાઇન કરીને પારદર્શક પ્રક્રિયા કરીને ગેરરીતિ મુક્ત બનાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો