તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરામાં મહિલા સપ્તાહની ઉજવણી અંતર્ગત ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ

ગોધરામાં મહિલા સપ્તાહની ઉજવણી અંતર્ગત ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિન પુર્વે પંચમહાલ સુરક્ષા સેતુ તથા પંચમહાલ પોલીસના સંયુક્ત ઉપક્રમે મહિલા સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે. દરમિયાન પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં ટ્રાફિક અવેરનેસ, મહિલાને લગતા કાયદા મહિલા કેરીયર ગાઇડન્સ , સદભાવના પદયાત્રા, મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ સહિતના કાર્યક્રમ યોજાનાર છે.

પંચમહાલ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર અસારીના માર્ગદર્શન મુજબ જિલ્લા સુરક્ષા સેતુ તથા પોલીસના સંયુક્ત ઉપક્રમે મહિલા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રથમ દિવસે પ્રો. ડીએસપી અક્ષય રાજ મકવાણાની નિગરાણી હેઠળ ગોધરા શહેરના એસ.ટી.બસ સ્ટેન્ડ, ચર્ચ સર્કલ તથા ચોકી નંબર -7 ઉપર ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકીઓ દ્વારા ફુલ આપીને ટ્રાફિકના રૂલ્સ ફોલો કરવાનું જણાવાયુ હતું. જમાં ટ્રાફિકના નિમયમનની માહિતી આપવામાં આવી હતી. તદ ઉપરાંત ગુરૂવારના રોજ ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં સુરક્ષા સેતુ અંતર્ગત સ્ટ્રેસ મેનેજમેન્ટ મહિલાને લગતા કાયદા, મહિલા કેરીયર ગાઇડન્સ જેવા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. પોલીસ કેવી રીતે મદદ કરી શકે છે, જુદા- જુદા ગૃહ ઉદ્યોગ, સેલ્ફ ડીફેન્સ જેવી માહિતી આપવામાં આવનાર છે. આગામી 5 માર્ચ શનિવારના રોજ ગોધરાની દલુનીવાડી શાળાએથી સદભાવના પદયાત્રા સવારે 8 વાગે નિકળનાર છે. જે ગણપતિ વિસર્જનના રૂટ ઉપર ફરનાર છે. જ્યારે તા. 6 માર્ચ રવિવારના રોજ પોલીસ હેડ ક્વાટર્સમાં મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. સોમવારે રેડક્રોસ ભવનમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાશે. જ્યારે મહિલા દિન તા. 8 માર્ચે પોલીસ હેડ ક્વાટર્સમાં મહિલાલક્ષી સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ડાયરો યોજાશે. શનિવારના રોજ યોજનાર સદભાવના રેલીમાં તમામ ધર્મની મહિલાઓ જોડાશે જે ગોધરા શહેર ઉપરાંત પંચમહાલ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન વિસ્તામાં નિકળનાર છે.પંચમહાલ પોલીસ-સુરક્ષા સેતુના સંયુક્ત ઉપક્રમે મહિલા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગોધરાની સાયન્સ કોલેજમાં કાર્યક્રમ. } હેમંતસુથાર

પંચ. પોલીસ તથા સુરક્ષા સેતુના ઉપક્રમે થતી ઉજવણીમાં વિવિધ કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...