• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરામાં ભુગર્ભ ગટરનું કામ પુર્ણ રોડનું કામ ચાલુ કરાતા રોષ

ગોધરામાં ભુગર્ભ ગટરનું કામ પુર્ણ રોડનું કામ ચાલુ કરાતા રોષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાનાવ્હોરવાડ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ભુગર્ભ ગટર યોજનાનું કામ પુર્ણ થઇ ગયેલ છે. ત્યાર બાદ રોડનું કામ ચાલુ નહી કરાતા સ્થાનિક રહિશોમાં નારાજગી પ્રવર્તી છે. ગટરની ચેમ્બરો નડતર રૂપ અકસ્માતની સેવાતી ભીતી.પાલીકા દ્વારા રોડ બનાવા તે જરૂરી છે.

ગોધરામાં વ્હોરવાડ આંબલી ફળીયા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ભુગર્ભ ગટર યોજનાનું કામ ચાલી રહેલ હતુ. વિસ્તારના લોકોના ઘર સુધી કનેકશન માટેની લાઇનો પણ આપીને કામ પુર્ણ થઇ ગયેલ છે. તેમ છતા વિસતારમાં રોડનું કામ ચાલુ નહી કરાતા સ્થાનિક રહિશોમાં નારાજગી પ્રવર્તી છે.હાલ જગ્યાએ કોઇ પણ જાતના રોડનું અસ્તીત્વ રહ્યુ નથી.

રસ્તો પણ ઢાળ વાળો હોવાથી તથા ભુગર્ભ ગટરની ચેમ્બરો રોડના લેવલથી બહારની બાજુ હોવાને કારણે વાહન ચાલકોને નડતર રૂપ હોવાથી અકસ્માતની પણ ભીતી સેવાઇ રહી છે. સ્થાનિક રહીશો દ્વારા નગર પાલીકામાં વારંવાર રજુઆત કરવા છતા રોડ બનાવાની કાર્યવાહી કરવામાં આવતી નથી. અને સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અમુક વિસ્તારમાં તૈયારીમાં રોડ બનાવી આપવામાં આવે છે. અને અમારા વિસ્તાર તરફ ધ્યાન આપવામાં આવતુ નથી.જેને કારણે સ્થાનિક રહિશો પાલીકાના કામ અંગે શંકા સેવાઇ રહી છે. જેને કારણે રહીશોમાં નારાજગી પ્રવર્તી છે. નગર પાલીકા દ્વારા વિસ્તારમાં રોડની કાર્યવાહી કરવામાં આવે અને રહિશો તથા વાહન ચાલકોને પડતી તકલીફ દુર કરવામાં આવે તે જરૂરી છે.

વારંવાર રજુઆત કરવા છતા રોડ બનાવાની કાર્યવાહી કરાતી નથી

ગટરની ચેમ્બરો નડતર રૂપ અકસ્માતની સેવાતી ભીતી

ગોધરામાં વ્હોરવાડ વિસ્તારમાં ઉબડ ખાબડ રોડ તથા ગટરની ચેમ્બરો લેવલની બહાર નજરે પડે છે હેમંતસુથાર

અન્ય સમાચારો પણ છે...