• Gujarati News
  • વાંજીયાખુટના જંગલમાં થયેલી સુલીયાતની મહિલાની હત્યા મુદ્દે મામલતદારને આવેદન

વાંજીયાખુટના જંગલમાં થયેલી સુલીયાતની મહિલાની હત્યા મુદ્દે મામલતદારને આવેદન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતરામપુરનાવાંજીયાખુટના જંગલમાં નિર્મમ હત્યા કરાયેલી સુલીયાતની મહિલા પ્રકરણમાં ઝડપાયેલા હત્યારાઓને સખ્ત શિક્ષા તથા ફાંસીની સજા થાય તે માટે સંતરામપુર નગરમાં એક રેલી યોજાઇ હતી. રેલીમાં વિવિધ બેનર સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલી બાદ મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની દાદ માંગી હતી.

મોરવાના સુલીયાત ગામની શાંતાબેન ભગોરાની કરાયેલી નિર્મમ હત્યા બાદ તેની લાશને સંતરામપુરના વાંજીયાખુટ જંગલમાં ટુકડા કરી નાંખી દેવામાં આવી હતી. હત્યાના બનાવને મહિસાગર પોલીસે ગણતરીના કલાકમાં ભેદ ઉકેલી કાઢ્યો હતો. જેમાં પોલીસે પાંચની ધરપકડ કરી તપાસ લંબાવી હતી. બીજી તરફ ઘટના બાદ મોરવા તાલુકાના પાંચ ગામ બંધ પાડી વિરોધ દર્શાવ્યો હતો. ઘટનાને વખોડી કાઢી સંતરામપુરમાં એક રેલીનું આયોજન કરા્યુ હતું. ઘટનાને વખોડી બનાવમાં ઝડપાયેલા હત્યારાઓ અને મદદગારોને સખ્ત શિક્ષા અને ફાંસીની સજા થાય તે માટે સંતરામપુરના રહીશો ભેગા થયા હતા. નગરના રહીશોની લાગણી અને માગણી દર્વાવવા 2 જુલાઇએ પાલિકા પ્રમુખ નરેન્દ્ર પટેલ, ઉપપ્રમુખ નહેલકુમાર મહેતા, શહેર ભાજપા પ્રમુખ હિતેશ ઉપાધ્યાય સહિતનાઓની આગેવાની હાજરીમાં રેલી નિકળી હતી. નગરની સુકી નદી પુલથી રેલી યોજાઇ હતી. વિવિધ બેનર સાથે નિકળેલી રેલી મામલતદાર કચેરી પહેાંચી હતી. જ્યાં મામલતદાર સંતરામપુરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં હત્યારાઓ સામે સખ્ત કાર્યવાહી કરવા માગ કરાઇ હતી.

વિવિધ બેનરો સાથે રેલી નીકળી

સંતરામપુરમાં સુલીયાતની મહિલાના હત્યાના બનાવને વખોડતા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

સંતરામપુર નગરનીસુકી નદી પુલથી યોજાયેલી રેલીમાં સુલીયાતની મહિલાને ન્યાય આપો, મહિલાના હત્યારાઓને ફાંસી આપો જેવા નારા અને બેનર જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં ઉમટી પડેલા નગરજનોએ હત્યારાઓ સામે સખ્ત કાર્યવાહી કરવા માંગ કરી હતી.