- Gujarati News
- ગોધરા સેવા સદનમાં 30 સફાઇ કર્મીની ભરતી અંગે પ્રતીક ધરણાં
ગોધરા સેવા સદનમાં 30 સફાઇ કર્મીની ભરતી અંગે પ્રતીક ધરણાં
છેલ્લાબે વર્ષથી ગોધરા સેવા સદનમાં 30 સફાઇ કામદારોને નિમણૂકપત્ર નહી અપાતાં હડતાલની ચીમકીના ભાગરૂપ ગુરુવારે કામદારો કલેકટર કચેરીની બહાર ધરણાં કર્યા હતા.
ગોધરા પાલિકામાં સફાઇ કર્મીઓનું વર્ષો જૂનું મંજૂર 176 પૈકી હાલમાં 49 કાયમી ફરજ બજાવે છે. કામદારોની ખાલી જગ્યા ભરવા ગાંધીનગર નિયામકે ગત 2013માં 106 ખાલી જગ્યા ભરવા મંજૂરી આપતાં તા.8 એપ્રિલે પાલિકાની સભામાં ઠરાવ નં.4થી ભરતી પસંદગી સમિતિ બનાવી સિનિ. તથા ધો.4 પાસ મુજબ 76ની યાદીને કલેક્ટરે મંજૂરી આપી છે. તેમ છતાં સેવાસદન દ્વારા તેમને કાયમી તરીકેના નિમણૂકના હુકમપત્રો નહીં અપાતાં કરાયેલી હડતાલ બાદ તાજેતરમાં તબીબી ચકાસણી કરીને તેઓની નિમણૂક કાર્યવાહી હાથ ધરાતાં આનંદ વ્યાપ્યો છે. જ્યારે હજૂય 30 જેટલા કામદારો ભરતીથી વંચિત રહેતાં નારાજગી છવાયેલી છે. છેલ્લા બે વર્ષથી હકદારોને નિમણૂકપત્ર અપાતાં ન્યાયી ભરતી કરવાની માંગ સાથે કલેક્ટર કચેરી બહાર કર્મીઓ પ્રતીક ઉપવાસ પર બેઠા હતા.
સફાઇ કર્મીઓના ન્યાયી ભરતી કરવાની માંગ સાથે ધરણાં. /તસવીર હેમંતસુથાર