તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પંચમહાલ મહીસાગર જિલ્લામાં 90330 હેક્ટરના રવીપાકને ઠંડકના કારણે ફાયદો

પંચમહાલ-મહીસાગર જિલ્લામાં 90330 હેક્ટરના રવીપાકને ઠંડકના કારણે ફાયદો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિઋુતુ વિલંબમાં મુકાતા અને પૂરક વાતાવરણના અભાવે ચિંતા છવાઇ હતી.ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી પવન ફુંકાવાની સાથે વાતાવરણમાં ઠંડકતા પ્રસરાતાં પંચમહાલમાં 43954 હે. અને મહિસાગર જિલ્લામાં 46377 હે. મળીને કુલ 90330 હે.માં વાવેતરને ફાયદો થઇ ઉત્પાદનમાં વધારો થવાની ખેડૂતોમાં આશા બંધાઇ છે. જોકે હજૂય પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ નહી બન્યાની બૂમ ઉઠી છે.

ગત વિલંબથી ચોમાસાનુ ઉત્પાદન પૂર્ણ થયું હતું.ત્યાર બાદ જાણે ગ્લોબલ વોમિંગની અસરથી પંચમહાલ અને મહિસાગર જીલ્લામાં મહામહેનતે અને ભારે આશા સાથે ગત ગુજરી ભૂલીને ખેડૂતોએ રવિ ઋુતુ માટે તૈયારી આદરીને પંચમહાલમાં 43954 હે.અને મહિસાગર જીલ્લામાં 46377 હે મળીને કુલ 90330 હે.માં વિલંબથી વાવેતર નોંધાયુ હતુ. શરુઆતમાં રવિઋુતુમાં બરાબર ઠંડી જામી હતી.સતત ગરમ અને ઉનાળાયુક્ત વાતાવરણ રહેતાં અગત્યના ઘઉંનુ 40102 તથા ચણા 8438 હે.માં વાવેતરને પ્રાથમિક વિકાસને અસર પહોચી રહી હતી.પરંતુ હવામાનમાં પલ્ટો આવીને છેલ્લા દસ ઉપરાંત દિવસથી ઠંડીએ આધિપત્ય જમાવીને હાડ થીજાવી નાખે તેવી ઠંડી પડતાં માવનવજીવન પણ ગરમ વસ્ત્રોમાં કેદ થઇ રહ્યા છે. વળી ઉત્તરાયણ પવઁને લઇને ઠંડા પવનો લહેરાઇ રહેતાં વાવાવરણ ઠંડુગાર બન્યુ છે. જેના કારણે રવિપાકને ફાયદો થવાની આશા બંધાઇ છે. અગાઉ પુરતા વાતાવરણના અભાવે યોગ્ય રીતે છોડ વિકસીત નહી થતાં ઉપ્તાદન સંકટમાં મુકાય તેવી સેવાઇ રહેલી દહેશત વચ્ચે હવે પૂરક હવામાન અનુકૂલ બનતાં પાક ઉત્પાદન વધવાની આશા બંધાઇ છે.તો બીજી તરફ છેલ્લા એક માસથી પાકને વધુ વિકસિત કરવા માટે યુરિયા ખાતરની આવશ્યકત પડી છે.ત્યારે ઘઉં,મકાઇ તથા શાકભાજી જેવા પાકને બચાવવા આસપાસના વિતરણ કેન્દ્રમાં સવારથી જરુરિયાતમંદની લાંબી કતાર સજાઁય છે.પરંતુ ભૂખ્યા તરસ્યા આવેલાને જથ્થો આવ્યો નથી તેમ જણાવીને કૃત્રિમ અછત કરાતાં ખેડૂતો નાશીપાસ થયા છે. ખેડૂતોને પુરતા પ્રમાણમાં યુરિયા ખાતરના મેળવવા ગોધરા, હાલોલ, કાલોલ સહિત ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ખાતર લેવા માટે કેન્દ્ર ખુલે તે પહેલા ગોઠવાઇ જઇને મસ મોટીલાઇનો લાગેલી જોવા મળે છે. ખાતર માટે પડાપડી થતાં પોલીસ બંદોબસ્ત ગોઠવી ખાતરનું વિતરણ કરવાની ફરજ બને છે. તેમ છતાં લાભ નહી મળતાં નિરાશ વદને પરત ખાલી હાથે ફરી રહ્યા છે.એક અંદાજ મુજબ રવિ ઋુતુ માટે 40 હજારની આવશ્કતા છે.તેમાંય સામે ચાલુ વર્ષે 3 માસમાં 22 હજાર મે.ટન જથ્થો ફાળવ્યો છે. આમ 50 ટકાથી ઓછા ખાતરની ઘટથી