તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ગોધરામાં તિરંગા સાથે બાઇક રેલી માર્ગો પર નીકળતાં લોકો ઉમટ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરામાં તિરંગા સાથે બાઇક રેલી માર્ગો પર નીકળતાં લોકો ઉમટ્યાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૌ પ્રથમ વાર ત્રિરંગા યાત્રા નિકળતા આકર્ષણ

દાહોદમાં ‘ભારત માતા કી જય’ની ગુંજ સાથે તિરંગા યાત્રાએ રંગ જમાવ્યો

દાહોદશહેરમાં ૭૦માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. રાષ્ટ્ર ધ્વજને સલામી બાદ વિવેકાનંદ ચોકથી યાત્રાનો પ્રારંભ કરાયો હતો. દોઢ કિમી લાંબી યાત્રા ભારત માતા કી જય’થી ગાજી ઉઠી હતી. યાત્રાની પૂર્ણાહૂતિ બાદ શહેરની પ્રજાએ પ્રતિજ્ઞા દ્વારા સમર્પણનો સંકલ્પ લીધો હતો.

દાહોદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા14 ઓગષ્ટે ત્રિરંગા યાત્રાનું આયોજન દાહોદ શહેરમાં કર્યું હતું.સાંજના પાંચ વાગ્યે સ્વામી વિવેકાનંદ ચોક ખાતે રાષ્ટ્ર ધ્વજને સલામી આપ્યા બાદ યાત્રાનો પ્રારંભ કરાયો હતો. પોલીસ કર્મચારીઓ,ડીએફસી ફ્રેન્ડસર્કલ તેમજ શહેરના અન્ય નાગરિકો મોટર સાઇકલ સાથે ત્રિરંગા યાત્રામાં જોડાયા હતાં. સાથે શાળાના બાળકો પણ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતાં. દોઢ કિમી લાંબી યાત્રાનું ત્રિરંગા યાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રા ભગિની સર્કલ, માણેક ચોક, નગરપાલિકા ચોક, દોલતગંજ બજાર- અનાજ માર્કેટ ગેટ નં. ૧- બહારપુરા સરદાર પટેલ ચોક પડાવમાં ફરીને પૂર્ણ થઇ હતી. રાષ્ટ્રધ્‍વજને સલામી સહ ઉતારવામાં આવ્યો હતો સાથે તમામ પાસેથી રાષ્ટ્રધ્વજ જમા કરાવવામાં આવ્યા હતાં. યાત્રામાં ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ અને દેશભક્તિના ગીતો વાતાવરણ ગુંજાયમાન થઇ ગયું હતું. સ્થાનિક કલાકારો દ્વારા યાદ કરો કુરબાની કાર્યક્રમ સંદર્ભે દેશ ભક્તિના ગીતોની પ્રસ્તુતિ બાદ મહાનુભાવોના ઉદ્બોધન સાથે મશાલ પ્રજ્જવલન બાદ મશાલ સમક્ષ ઉપસ્થિત નાગરિકો દેશ પ્રત્યે પ્રતિજ્ઞા દ્વારા સમર્પણનો સંકલ્પ લીધો હતો.લેશે યાત્રામાં દાહોદ કલેક્ટર એલ.પી પાડલિયા, જિલ્લા વિકાસ અધિકારી સુજલ માયાત્રા, દાહોદ પાલિકા પ્રમુખ સંયુક્તાબહેન મોદી,પ્રાંત અધિકારી પદ્મરાજ ગામીત સહિત લોકો જોડાયા હતાં.

પંચમહાલ અને દાહોદ જિલ્લામાં રાષ્ટ્રિય પર્વની ઉજવણીની પુર્વ સંધ્યાએ માર્ગ પર રાષ્ટ્ર ભક્તિનો મહાસાગર

દાહોદમાં સ્વંતંત્ર્યતા દિવસની પૂર્વ સંધ્યાએ દોઢ કિમી લાંબી ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. તસવીરસંતોષ જૈન

ગોધરામાં યોજાયેલ ત્રિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તસવીરહેમંત સુથાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો