તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવતર પ્રયોગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઇપણ છોડ જમીનમાંજ થાય છે. પરંતુ પંચમહાલના એક માત્ર શહેરાના ખાસ પ્રકારના કુદરતી તત્વોના મિશ્રણમાં શાકભાજી,ફૂલના રોપા વિકસીત કરવાનો પ્લગ નર્સરીનો સફળ પ્રયોગ ખેડૂતે કર્યો છે. જોકે જૂની પધ્ધતિથી જમીનમાં પેદા કરતા ધરુ રોગગ્રસ્ત,અવિકસીત અને ખર્ચાળ રહેવાની સામે અનેકરીતે ઉપયોગી નીવડી છે.

કુષિ મહોત્સવ દ્રારા પંચમહાલના ખેડૂતોને પરંપરાગત દેશી ખેત પધ્ધતિને બદલે આધુનિક વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા માર્ગદર્શન આપવા છતાં તેઓ જલ્દી સ્વિકારતા નથી. નવુ જોખમ નહી ખેડતા અંતે આર્થિક નુક્સાની વેઠે છે. હજૂ તો ગ્રીન હાઉસ એતી ધીરેધીરેવિકસીત થઇ રહી છે. ત્યારે એક નવી પ્લગ નર્સરી ખેતી અસ્તિત્વમાં આવી છે. પ્લગ નર્સરી એવી પધ્ધતિ છે કે જેમાં માટીના ઓછા ઉપયોગ અને કુદરતી સામગ્રીના મિશ્રણમાં રોપા વિકસીત કરાય છે. અગાઉ જમીનમાં તૈયાર

...અનુસંધાન પાના નં.3

કરાતા ધરુને જમીન અનુકૂળ આવતા સૂકારો ,મૂળખાઇ જેવા જમીનજન્ય રોગચાળામા સપડાયતા નુક્સાની પહોચતી હતી. . 30 દિવસના જેટલા લાંબા સમય પસાર થાય,જમીનમાંથી છોડ ઉપાડતા મૂળ તૂટી જઇ બાળ મરણ થવુ, મહેનત અને ખર્ચ સામે નજીવુ વળતર જેવા ગેરફાયદા ભોગવવા પડતા તેઓ મુશ્્કેલીમાં જણાતા હતા. પરંતુ શહેરાના ખેડૂત મુકેશભાઇ દેસાઇએ આવી ચીલાચાલુ પ્રથાને છોડીને પંચમહાલ જીલ્લામાં સૌપ્રથમવાર પ્લગ નર્સરી પધ્ધતિ સફળતાપૂર્વક અપનાવી છે. બાગાયત વિભાગના માર્ગદર્શન હેઠળ પ્લાસ્ટિકની ટ્રેમાં ઓછામાં ઓછી માટીના ઉપયોગ સાથે નાળિયેરના કૂચા કોકોપીટ,વર્મીક્યુલાઇટ અને પરલાઇટના મિશ્રણથી વિષેશ બનાવટ તૈયાર કરાઇ છે. જેમાં તમામ પ્રકારના સામેલ અનુકૂળ તત્વો થકી શાકભાજી,ફૂલ,ધરુ પેદા કરવામાં ધારી ફતેહ મળી છે. પાણી, માવજત જેવા આવશ્યક વાતાવરણ વખતોવખત જાળવીને અત્યાર સુધીમાં 200ટ્રેમાં 1.50 લાખ મરચી, 40 હજાર ટામેટા,10 હજાર રીગણી અને 20 હહજાર ગલગોટાના રોપા રોગમુક્ત અને સંપૂર્ણ વિકસીત રીતે તૈયાર કરીને અન્ય ખેડૂતોને વાવેતર માટે પ્રેરતા અભૂતપૂર્વક પ્રતિસાદ સાંપડ્યો છે. જેનાથી આગામી દિવસોમા પ્લગ નર્સરી પધ્ધતિ વડે ગુણવત્તાયુક્ત ઉત્પાદન તરફ વળી જરુરી ફાયદો મેળવશે.

છોડમાત્ર 22 દિવસમાં તૈયાર થાય છે

^100ટકા પરિણામ આપતો જીવાણુમુક્ત છોડ પ્લગ નર્સરી એક ઓર્ગોનિકરુપ છે. માટી વિના કુદરતી તત્વોની મદદથી જીવાણુયુક્ત વિકસીત છોડ માત્ર 22 દિવસની અંદર તૈયાર થઇ જાય છે. છોડ ખાતરી લાયક અને 100 ટકા પરિણામ સાંપડી ઉત્પાદનક્ષમતા વધી છે. >મુકેશભાઇ દેસાઇખેડૂત

નવી દિલ્હી દ્વારા માન્યતા મળી છે

બોક્સનેશનલ હોર્ટીકલ્ચર બોર્ડ નવી દિલ્હી દ્રારા માન્યતા પંચમહાલનો પ્રથમ એવો એક માત્ર આધુનિક ટેકનોલોજીથી હાઇબ્રીડ શાકભાજીનુ ગુણવત્તાયુક્ત ધરુ તૈયાર કરનાર શહેરાની ગ્રીન નર્સરી એન્ડ ફાર્મને પલ્ગ ઉછેર કેન્દ્રને તાજેતરમાં નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડ નવી દિલ્હી દ્રારા માન્યતા મળતા ગૌરવ વધાર્યુ છે.આથી સરકારી યોજનાનો લાભ લેવા બાગાયત વિભાગે જણાવાયુ છે.

જૂની પદ્ધતિથી જમીનમાં પેદા કરાતા છોડ રોગગ્રસ્ત, અવિકસિત અને ખર્ચાળ

પ્લગ નર્સરી પદ્ધતિ તથા કુદરતી તત્વોના મિશ્રણમાં શાકભાજી,ફૂલના રોપા વિકસીત કર્યા તસવીરહેમંત સુથાર

ખેડૂત દ્વારા પ્લગ નર્સરી પદ્ધતિનો સફળ પ્રયોગ

અન્ય સમાચારો પણ છે...