તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • કુવાઝર પાસેથી ~11 લાખના મુદ્દામાલ સાથે ચાર ઝડપાયા

કુવાઝર પાસેથી ~11 લાખના મુદ્દામાલ સાથે ચાર ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરવાપોલીસ સ્‍ટેશનના કુવાઝર ચોકડી પાસેથી ગોધરા તાટપત્રી ગેંગના 4 સભ્‍યોને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. તેઓની પાસેથી પોલીસે એક એલપી ટ્રક, સ્‍વીફટ ગાડી તથા ચાના કારટુન સાથે રૂપિયા 11.31 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક આર.વી.અસારીની સુચના મુજબ એલસીબી પીઆઇ ડી.જે. ચાવડા તથા સ્‍ટાફે વોચ ગોઠવી હતી. જેના ભાગરૂપે ગોધરાના તાટપત્રી ગેંગના 8 સભ્‍યો ભેગા મળી એક એલપી ટ્રક નંબર તથા સ્‍વીફટ ગાડીમાં ચાના કાર્ટુનો ભરી શંકાસ્‍પદ હાલતમાં મધ્‍યપ્રદેશ રાજયમાંથી ગોધરા તરફ આવે છે તેવી મળેલ બાતમીના આધારે મોરવા તાલુકાના કુવાજર પાસે નાકાબંધી કરતા નાકાબંધીમાં 4 ઝડપાયા હતા. એલપી ટ્રક તથા સીફટ ગાડીમાં ઝડતી કરતા તેમાંથી લાલ સફેદ કલરના થેલાઓમાં ગરદન ફ્રેસ ટી પરમેશ્વરી ઇલોનીઝન ટી કંપની ગોલાઘાટ આસામ ના માર્કવાળા ચા ભરેલા થેલા કુલ- 76 નંગ કી.રૂ. 2.43.200, આછા ગુલાબી કલરના થેલાઓમાં અંબીકા બરી બેસ્‍ટ આસામ સીટીસી ટી કંપનીના માર્કવાળા ચા ભરેલા થેલા કુલ- 10 નંગ કી.રૂ. 32.000, સફેદ કલરના થેલાઓમાં ક્રિષ્‍નાબરી શ્રીશ્‍યામ ટી ઇન્‍ડટ્રીસ લાહોઅલ આસામના માર્કવાળા ચા ભરેલા થેલા કુલ- 5 નંગ કી.રૂ. 16000, સફેદ કલરના થેલામાં મુરાફહાર ટી એસ્‍ટેટ જહાલવાડા આસામના માર્કવાળા ચા ભરેલા થેલા કુલ- 1 નંગ કી.રૂ. 3200, ખાખી કલરના થેલામાં આસમા ટી ધુલીયે ટી એસ્‍ટેટ ટીટાબાર બોરહાટ આસામના માર્કવાળા ચા ભરેલા થેલા કુલ- 1 નંગ કી.રૂ. 20, એક મોટુ ટાયર ટયુબ સાથેનુ જે કે કંપનીનુ નંબર L0068033716 કિ.રૂ.10.000 મીણીયા થેલામાં કેસર યુકત વિમલ પાન મસાલાના પેકેટો નંગ- 200 કિ.રૂ. 24000 તથા એલ.પી.ટ્રક કિ.રૂ. 5.00.000 તથા સ્‍વીફટ ગાડી કિ.રૂ. 3.00.000 એમ મળી કુલ રૂ. 11.31.600નો મુદ્દામાલ શંકાસ્‍પદ હાલતમાં તપાસ અર્થે કબજે કરી હતી.ઝડપાયેલા આરોપીઓની સઘન પુછપરછ કરતા ઇન્‍દોર જિલ્‍લાના લસુડીયા પોલીસ સ્‍ટેશનની હદમાં આવેલ સુપર ડીઝલ પેટ્રોલપંપ પાસે ઉભેલ ટ્રકની તાટપત્રી કાપી ટ્રકમાંથી ચોરી કરી લાવેલાની કબુલાત કરી છે.

ઝડપાયેલાઓની યાદી

}સોયેબ ઉર્ફે ફટાકી હુસેન ભાગલીયા (રહે. ગોધરા મલા કપાઉન્ડ શેખ મજાવર કબ્રસ્તાન રોડ ગોધરા) } સોયેબ ઉર્ફે ભુરીયો મહંમદ હનીફ ગીતેલી (રહે. મીઠીખાન મહોલ્‍લા જુના કસાયવાડા ગોધરા) } મોહસીન સુલેમાન સમોલ (રહે. વાલી ફળીયા નં. ગોધરા ) } જયેશ મહેન્દ્રભાઇ છાજડ (જૈન) (રહે. લીમડી માણેક ચોક તા. ઝાલોદ જી.દાહોદ)

નાસીગયેલાઓની યાદી

}ખાલીદ યાકુબ ચરખા ઉર્ફે ડોંગલી (રહે. ગોહયા મહોલ્લા ગોધરા) } મહેબુબ સિદ્દીક ચાંદલીયા (રહે. ગુહ્યા મહોલ્લા ગોધરા) } ઇરફાન યાકુબ બક્કર ઉર્ફે લાલો (રહે. મહંમદી મહોલ્લા મલા કંપાઉનડ ગોધરા) } ઇમરાન અહેમદ અલી (રહે. ઇદગાહ મહોલ્લા નદીની ધસ પાસે ગોધરા)

ગોધરા એલ સી બી પોલીસે તાડપત્રી ગંેગના ચાર સભ્યોને મોરવાના કુવાઝર ગામેથી ઝડપી પાડ્યા હતા. તસવીરહેમંત સુથાર

ઝડપાયેલા ચારે તાડપત્રી ગેંગના હોવાનું બહાર આવ્યું

એલપી ટ્રક, સ્વિફટ ગાડી, ચાના કારટુન સાથે જપ્ત કરાયા

અન્ય સમાચારો પણ છે...