તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • સ્વચ્છતા સામાજિક સમરસતા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ

સ્વચ્છતા-સામાજિક સમરસતા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્રરાજયની જેમ પંચમહાલ જિલ્લામાં પંડિત દિન દયાળ ઉપાધ્યાયના જન્મ દિવસથી મહાત્મા ગાંધીના જન્મ દિવસ એટલેકે તા. ૨૫/૯/૨૦૧૬ થી તા. ૨/૧૦/૨૦૧૬ના સપ્તાહ દરમિયાન સ્વચ્છતા અને સમરસતાની ઉજવણી કરવામાં આવનાર છે.

સપ્તાહમાં ગાંધી વિચારના સાર તત્વ સફાઇને ચરિતાર્થ કરવા સાથે માનનિય વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્ન સ્વરૂપ સ્વચ્છ ભારત મિશન અભિયાનને ચરિતાર્થ કરવામાં આવશે. લોકો અને વિદ્યાર્થીઓમાં સ્વચ્છતાની જાગૃતિ આવે, ટેવ વિકસે, સ્વયં શિસ્ત ઉભી થાય, સારૂં સ્વાસ્થ્ય મેળવે અને તે સાથે સમાજમાં સામાજિક સમસતા ઉભી થાય તેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. સ્વચ્છતા અને સામાજિક સમરસતા સપ્તાહ દરમિયાન યોજાનારા કાર્યક્રમોમાં શાળા સફાઇ, નકામો કચરો અને ડેડસ્ટોક દૂર કરવામાં આવશે.

ગ્રામ્યકક્ષાએ અને નગરપાલિકા કક્ષાએ વોર્ડ કક્ષાએ સમાજના આગેવાનો સાથે સમૂહ સફાઇ, શાળા સેનીટેશન, પીવાના પાણીની સ્વચ્છતા, વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાય તે માટે નિબંધ, ચિત્ર અને વકૃત્વ સ્પર્ધાઓ યોજવામાં આવશે. સ્વચ્છતા અને આરોગ્ય વિષયક વ્યાખ્યાનો યોજવામાં આવશે. જમતા પહેલા હાથ ધોવાના કાર્યક્રમનો પ્રચાર-પ્રસાર કરાશે. બાળકોમાં સ્વચ્છતાની ટેવ વિકસે અને એક સ્વયં શિસ્તવાળુ વાતાવરણ ઉભું થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. ઉપરાંત રેલીના આયોજન, સંકલ્પ પત્ર અને શપથના કાર્યક્રમો ગોઠવવામાં આવશે.

મહાત્મા ગાંધીના જન્મ દિન તા. ૨જી ઓકટોબરના રોજ સવારે ૯/૦૦ થી ૧૦/૦૦ કલાક દરમિયાન સફાઇની ૬૦ મીનિટ અંતર્ગત કચરો એકઠા કરવાનો મેગા કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમને રાજય સરકાર દ્વારા ગિનિઝ બુક ઓફ રેકર્ડમાં નામાંકન કરવામાં આવ્યુ હોવાથી જિલ્લાના તમામ લોકો મેગા કાર્યક્રમમાં ભાગ લે તેવી વિનંતી જિલ્લા સમાહર્તા પી.ભારથી દ્વારા કરવામાં આવી છે.

પંચ. જિ.માં તા. 25-9થી 2-10ના સપ્તાહમાં આયોજન

ગિનિઝ બુક ઓફ રેકર્ડમાં નામાંકન કરવામાં આવ્યુ

અન્ય સમાચારો પણ છે...