તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • જિ.પં.ના 38 સભ્યોને સ્વભંડોળમાથી વિકાસનાં કાર્યો માટે નાણાં ફાળવાયાં

જિ.પં.ના 38 સભ્યોને સ્વભંડોળમાથી વિકાસનાં કાર્યો માટે નાણાં ફાળવાયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલજીલ્લા પંચાયતના 38 સભ્યોને સ્વભંડોળમાથી વર્ષ 1 લાખ ફાળવવાની માંગ સંદર્ભે અગાઉ સભામાં આર્થિક સ્થિતિ સામે 47 લાખ બેલેન્સ હોઇ રકમ આપી હતી ત્યારે સ્થિત હવે મજબૂત બનતા નાણા ફાળવણી કરતા મતવિસ્તારમાં કામોની સભ્યો પાસે દરખાસ્ત મંગાવાઇ હતી દરમ્યાન સૌથી વધુ હેન્ડપંપ 14, બોરમોટર 7,રોડના 5 અને સહિતના 28 કામોને મંજૂરી મળતા આનંદ વ્યાપ્યો છે.

દર વર્ષે પંચ. જિ.પં. માંથી વિકાસના કામો કરવા અંગે સ્વ ભંડોળમાંથી જરુરી ગ્રાન્ટ ફાળવવા અંગે માંગ કરાઇ રહી હતી. ચાલુ વર્ષે પણ કારોબારી સભ્ય સમરસિ઼હ પટેલ દ્રારા દરેક સભ્યને 3 લાખ આપવા અંગે રજૂઆત કરાઇ હતી. પરંતુ ત્રણ માસ અગાઉ મળેલી સભામાં સ્વભ઼ડોળની નાણા઼કિય સ્થતી જોતા પ્રશ્રાર્થ ઉઠ્યા હતા. જેમાં અધીકારીઓએ અભીપ્રાય જોતાં જણાવ્યુ હતુ કે હાલમાં સ્વભંડોળ બેલેન્સ રુા. માત્ર 47 00000 લાખ છે જીલ્લા પંચાયતના સભ્યને રુા. 3 લાખ આપવામાં આવે તો બેલેન્સ માઇનસ થાય તેમ છે. આથી આટલી મોટી રકમ આપી શકાય તેમ નથી. સ્વભંડોળ માઇનસ થાય તેમ હોવાથી અન્યત્ર વહિવટી ખર્ચ કરી શકાય તેમ નથી. તત્કાલિન નાણાંકીય સ્થિતી અંગે વધુ મજબૂત હોવાને લીધે માંગણી નામંજૂર કરીને આગામી સમયમાંઆપી શકાય તેમ છે. તાજેતરમાં રેતીકંકર અને રોયલ્ટી ગ્રાન્ટ અંગે સરકાર દ્રારા નવી ગાઇડ લાઇન આવતા નાણા ફળાવવાનો માર્ગ મોકળો બન્યો છે. પંચમહાલ જીલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યને એક લાખ આપીને વિકાસના કાર્યો માટે ભલામણ મંગાવાઇ હતી. બોરમોટરના 7 , પીવર બ્લોક-1,કૂવો-1 રોડના કામ5 અને સૌથી વધુ હેન્ડપંપના 14 કામો રજૂ થયા હતા. હાલમાં ભાજપના સભ્યો પોતાના મતવિસ્તારમાં કામ હવે શરુ થશે જેમાં પાણીની સમ્યા વધુ બહાર આવી છે. દર ત્રણ માસે બેઠક મળતી હોય છે. તેમાં નિતિ વિષયક માગણી હાથ ધરવામાં આવે છે.

અગાઉ આર્થિક સ્થિતિ સામે ગત વર્ષે રકમ આપી હતી

વર્ષે ~3 લાખ ફાળવવા તાજેતરમાં માગણી કરાઇ હતી

અન્ય સમાચારો પણ છે...