તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • છબનપુર પાસે સળગેલી વાનમાંથી યુવકનો ભડથંુ થયેલો મૃતદેહ મળ્યો

છબનપુર પાસે સળગેલી વાનમાંથી યુવકનો ભડથંુ થયેલો મૃતદેહ મળ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાતાલુકાના છબનપુર ગામે રવિવારની વહેલી સવારે સળગેલી મારૂતી વાનમાં ભડથુ થઇ ગયેલ હાલતમાં યુવાનની લાશ મળી આવતા ભારે ખળભળાટ મચી ગયો હતો. બીજી તરફ ધટનાને પગલે મોટી સંખ્યામાં લોક ટોળા ઉમટી પડ્યા હતા. બનાવ સંદર્ભે પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ આરંભતા કોઇ વ્યક્તિઓએ મૃતકને માર મારી વાનને સળગાવી પુરાવાનો નાશ કર્યો હશે. જેથી પોલીસે અજાણ્યા ઇસમો સામે હત્યાનો ગુનો નોંધી અાગળની કાર્યવાહી આરંભી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગોધરા તાલુકાના છબનપુર ગામ પાસે ગત તા. 25 સપ્ટેમ્બરના રોજ હાઇવે ઉપર આવેલા અમિત શેરીના રસ્તા ઉપર મારૂતી વાન સળગેલી હાલતમાં મળી આવી હતી. જોત જોતામાં મોટી સંખ્યામાં લોક ટોળા ઉમટી પડ્યા હતા. તેમજ નાયબ પોલીસ વડા વી.કે.નાયી, એલસીબી પીઆઇ ડી.જે.ચાવડા, સહિત સ્ટાફ સ્થળ ઉપર પહોંચ્યા હતા. જયાં સળગેલી ગાડીમાં એક યુવાન પણ ભળથુ થઇ ગયો હોવાનું જણાતુ હતું. જેથી પોલીસ દ્વારા ર્ડાગ સ્કર્વાડની મદદ લેવાઇ હતી. ઉપરાંત આસપાસ તપાસ કરતા મૃતક યુવાન આરવિંદભાઇ ગલાભાઇ નાયક (ઉવ.35) હોવાનું બહાર આવ્યુ હતું. ઘટનામાં સળગેલી કારની સીટ નીચે યુવાન ભડથુ થઇ ગયો હતો. બીજી તરફ બનાવ અંગે મૃતકના સબંધી એવા ભારતભાઇ મનસુખભાઇ નાયક દ્વારા ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ આપી હતી. જેમાં પોલસ દ્વારા કોઇ માણસોએ અરવિંદને આગળની શીટ ઉપર નાંખી મારૂતી વાન સળગાવી પુરાવાનો નાશ કર્યો છે. હાલ પોલીસે હત્યા સહિતની કલમ હેઢળ ગુનો નોંધી આગળની તપાસ લંબાવી છે. નોંધનીય છેકે, મૃતકને પરિવારમાં પત્ની કપીલાબેન તથા ત્રણ બાળકો છે. વધુમાં છેલ્લા બે વર્ષથી મારૂતી વાન જાતે ડ્રાઇવીંગ કરી વર્ધીમાં ફેરવે છે. તેમજ ઘરે અનાજ દળવાની ધંટી તથા દુકાન ચાલવી કુટુંબનું ગુજરાન ચલાવે છે.

યુવકને મારમારી વાન સળગાવી પુરાવાનો નાશ કર્યો

ગોધરાના છબનપુર પાસે મારૂતી વાન સળગાવીને યુવાનની હત્યા રકવામાં આવી હતી. તસવીરહેમંત સુથાર

કઇ રીતે હત્યા કરાઇ હશે

સળગેલીમારૂતી વાનની સાઇડમાં આશરે એક ફુટના ધેરાવામાં લોહી પડેલુ છે અને મારૂતી વાન હાઇવે રોડથી અંદર ખંડેર મકાન અમિત શેરીના રસ્તા ઉપર સળગેલી હાલતમાં મળી આવી છે. જેથી કોઇ પણ માણસોએ અરવિંદને વાન સાઇડમાં લઇ જઇ માર મારી વાનમાં ખાલી સાઇડે આગળની શીટ પર નાંખી વાન સળગાવી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

સળગેલી કારની સીટ નીચે યુવાન ભડથું થઇ ગયો હતો

અન્ય સમાચારો પણ છે...