• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ઠંડક | ગોધરા સહિત જિલ્લામાં દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણથી ઠંડક પ્રસરી

ઠંડક | ગોધરા સહિત જિલ્લામાં દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણથી ઠંડક પ્રસરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓખી વાવાઝોડાને પગલે ગોધરા સહિત જિલ્લામાં દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને શિયાળાની ઋતુને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે તાપમાનમાં ધટાડાથી ઠંડીનો અનુભવ થયો હતો.

અરબી સમુદ્વમાં ધુમી રહેલ ઓખી વાવાઝોડાથી ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. જેની અસર ગોધરા સહિત જિલ્લામાં દેખાતા દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ. દિવસ દરમ્યાન સુર્યદેવના દર્શન દુલર્ભ બન્યા હતા. અને લોકોને બે ઋતુઓ અનુભવ થયો હતો. ઓખી વાવાઝોડાને પગલે આગામી એક બે દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા જોવાઇ રહી છે. વાદળછાયા વાતાવરણ સાથે ઠંડી હવા ફુકાતા ઠંડક પ્રસરી હતી. તાપમાનમાં ધટાડો થતા વહેલી સવારે અને મોડી રાત્રે લોકોને ઠંડીનો અનુભવ થયો હતો.અને દિવસ દરમ્યાન લોકોએ ગરમ કપડાનો સહારો લીધો હતો. જ્યારે વહેલી સવારે કામધંધે જતા લોકોએ ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લીધો હતો.

ઓખી વાવાઝોડાને પગલે પંચ.જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ સાથે ઠંડક પ્રસરતા લોકો વહેલી સવારે તાપણાનો સહારો લઇ રહ્યા છે હેમંતસુથાર

ઓખી વાવાઝોડાથી વાદળછાયુ વાતાવરણ

અન્ય સમાચારો પણ છે...