તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ધાડ તેમજ લૂંટના ગુનામાં 4 વોન્ટેડ આરોપીઓને એલસીબીએ ઝડપી પાડ્યા

ધાડ તેમજ લૂંટના ગુનામાં 4 વોન્ટેડ આરોપીઓને એલસીબીએ ઝડપી પાડ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલોલતાલુકાના રીછીયા-કરોલી તથા ઘોઘંબા તાલુકાના પાંચપથરા ગામે ગત 2015ના વર્ષમાં બનેલ ધાડ, લૂંટના ગુનામાં નાસતા ફરતા 4 વોન્ટેડ આરોપીને ગોધરા એલસીબીએ ઝડપી પાડ્યા હતા. આમ એક દિવસમાં દાહોદ જિલ્લાનો ધાનપુર તાલુકાના ઉંડાર ગામના 4 વોન્ટેડને વેજલપુર બસ સ્ટેન્ડથી ઝડપી પાડ્યા હતા. તેઓને વેજલપુર તથા રાજગઢ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રીંછીયા કરોલીમાં તથા ઘોઘંબા તાલુકાના પાંચપથરા ગામે ગત 2015ના વર્ષમાં બનેલ ધાડ, લૂંટના બનાવ બન્યો હતો. ગુનાનો ભેદ જે તે સમયે પોલીસે ઉકેલી કાઢ્યો હતો. જેમાં કેટલાકની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે બંને ગુનામાં છેલ્લા કેટલાક દિવસથી મસુલભાઇ નાથીયાભાઇ મોહનીયા, દેવલાભાઇ મસુલભાઇ મોહનીયા, નિમન ઉર્ફે વિમલ કાલીયા મોહનીયા તથા સુમલા જેસીંગ મોહનીયા (તમામ રહે. ઉંડાર તા. ધાનપુર જિ.દાહોદ) નાસતા ફરતા હતા. દરમિયાન પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક આર.વી. અસારીએ જિ.માં ધાડ, લૂંટના ગુનાઓમાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા માટે સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. જેના આધારે એલસીબી પોલીસ ઇનસ્પેક્ટર ડી.જે. ચાવડા, પોસઇ એચ.બી.ઝાલા તથા એલસીબી પોલીસ સ્ટામફના માણસોએ દાહોદ જિલ્લામાં ધાનપુર તાલુકામાં ઉંડાર, કાલીયાવાડ વગેરે ગામોમાં બાતમીદારો રાખ્યા હતા. દરમિયાન ઘોઘંબા તાલુકાના પાંચપથરા ગામે તથા કાલોલ તાલુકાના રીછીંયા અને કરોલી ગામે ધાડ લુંટના બનાવમાં વોન્ટેડ આરોપીઓને કાલોલના વેજલપુર બસ સ્ટેન્ડ પાસેથી એલસીબી પોલીસે ધરપકડ કરી હતી. જેમાં મસુલ મોહનીયા, દેવલા મોહનીયા, નિમન ઉર્ફે વિમલ મોહનીયા તથા સુમલા મોહનીયાનો સમાવેશ થાય છે. ચારેની ધરપકડ કરી વેજલપુર પોલીસ તથા રાજગઢ પોલીસ સ્ટેશનમાં સોપાયા હતા.

ધાડ, લુંટના ગુનામાં ઝડપાયેલા ઉંડારના 4 વોન્ટેડ. }હેમંત સુથાર

કાલોલ-ઘોઘંબા તા.માં લૂંટ-ધાડ કરી હતી

અન્ય સમાચારો પણ છે...