તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંચ તંત્ર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા | છોટાઉદેપુરજિ.ના બોડેલીના બુટીયાપુરામાં રહેતા અજય રાઠવા ગત તા. 17ના રોજ રાત્રીના સમયે જાંબુઘોડાના ત્રણ રસ્તા પરથી પસાર થતા હતા. દરમિયાન તેઓએ મોટર સાઇકલ પુરઝડપે હંકારીને જતા અચાનક બાઇક સ્લીપ ખાઇ ગઇ હતી. જેથી તેમને શરીરે ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે દવાખાને ખસેડ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયુ હતું. બનાવ સંદર્ભે જાંબુધોડા પોલીસ મથકે ભારતભાઇ રાઠવાએ ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે કાર્યવાહી આરંભી છે.

જાંબુઘોડામાં બાઇક સ્લિપ થતાં ચાલકનું મોત

દાહોદ | ઝાલોદરોડ પર આઇટીઆઇ નજીક ફિલગુડ હોટેલ પાસે તા.25ના રોજ એક માંર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં કોઇ અજાણી વ્યક્તિને કોઇ મોટા વાહને ટક્કર મારતાં તેને ગંભીર ઇજા થઇ હતી. જેથી કોઇ સેવાભાવી ઇજાગ્રસ્તને દવાખાને લઇ ગયા હતા પરંતુ કમનસીબે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ટક્કર મારનાર વાહન ચાલક અકસ્માત કરી ફરાર થઇ ગયો હતો. જેથી ફ્રીલેન્ડગંજમાં રહેતા કનુભાઇ રાવતે ફરિયાદ આપી હતી.

દાહોદમાં માર્ગ અકસ્માતમાં રાહદારીનું મોત નીપજ્યું

દાહોદ | ઝાલોદનીયુવતીને તાલુકાના સીમલખેડીમાં રહેતો અશ્વિન કિશોરી પરેશાન કરતો હતો. અવાર નવાર તેનો પીછો કરતો અને લગ્ન કરવાની જીદ કરતો હતો. ગત વર્ષે યુવતીએ તેને કોઇ મચક આપતાં દશામાતાના વ્રત પૂર્ણ થયા પછી અશ્વિન તેનું અપહરણ કરી ફરાર થઇ ગયો હતો. બાદ એક મકાનમાં તેને ગોંધી મહિનાઓ સુધી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું. છેવટે પીડીતા ભાગી નીકળી હતી અને લીમડી પોલીસમાં ફરિયાદ આપી હતી.

યુવતીનું અપહરણ કરી મહિનાઓ સુધી દુષ્કર્મ ગુજાર્યુ

આજે ગોધરામાં સુંદરકાંડનું દિવ્ય આયોજન

ગોધરા | પ્રતિવર્ષનીજેમ વર્ષે પણ આગામી 27 ફેબ્રુઆરીના રોજ હુતાત્મા રામસેવકોની 14 મી પુણ્યતીથીએ સુંદરકાંડનું દિવ્ય આયોજન વિ.હ.પ.પ્રેરીત સુંદરકાડ આયોજન સમિતી ગોધરા દ્વારા કરવામાં આવ્યુ છે. ગોધરાના અંકલેશ્વર મહાદેવ રોડ ઉપર આવેલા પંચાલ હોસ્પિટલની સામેના મેદાનમાં શનીવારે રાત્રે 9 વાગે પ.પુ. અશ્વિન પાઠક (પુ. ગુરૂજી) ના સુમધુર કંઠે રસપાન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...