તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગરબાડામાં નવા પિક અપ બસ સ્ટેન્ડ બનાવવાની ગતિવિધિ શરૂ

ગરબાડામાં નવા પિક અપ બસ સ્ટેન્ડ બનાવવાની ગતિવિધિ શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરબાડાનગરમાં બસોના રૂટો ઓછા કરવા બાબતે તથા બસોની અનિયમિતતા તથા નવા પીક અપ સ્ટેન્ડ અને બસ સ્ટેન્ડ નહી હોવા બાબતે દિવ્ય ભાસ્કર અખબારમાં સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. તેના પગલે દાહોદનાં ડેપો મેનેજર તથા ગોધરા વિભાગીય નિયામક દ્વારા બસ સ્ટેન્ડ બનાવવા જમીનની માંગણી કરવા માટે ગરબાડા મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી અને ચોકડી તથા ગામતળ વિસ્તારની આસપાસ સ્ટેશન બનાવવાની રજુઆત કરી હતી.

એસટી વિભાગનાં બસો બાબતનાં તથા પીકઅપ અને બસ સ્ટેશન નહી હોવાનાં સમાચાર દિવ્ય ભાસ્કર અખબારમાં પ્રસિદ્ધ થતા તા.25મીના બપોરના દાહોદ ST ડેપો મેનેજર એમ.એસ. સોલંકી તથા ગોધરા વિભાગીય નિયામક કે. બી. પરમારે બસ સ્ટેન્ડ બનાવવા માટેની જગ્યા માટે ગરબાડા મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી. અને આઝાદ ચોક- ચોકડી વિસ્તાર તથા ગામતળ વિસ્તારમાં બસ સ્ટેન્ડ બનાવવા માટે જમીનની માંગણી કરી હતી.

ડેપો માટે જમીનની માગણી કરી છે

^દાહોદST ડેપો મેનેજર તથા તેમના વિભાગનાં ડીસીએ અત્રેનાં તાલુકામાં ST ડેપો બનાવવા માટે ગરબાડા ચોકડી તથા ગામ વિસ્તારની આસપાસ બસ સ્ટેન્ડ બનાવવા જમીનની માંગણી કરેલ છે. જેથી આસપાસની સરકારી પડતર જમીનનો કયાસ કાઢી ST વિભાગને ટૂંક સમયમાં જણાવવામાં આવશે.>એચ.એસ.જોષી, ગરબાડા નાયબ મામલતદાર

હોલીકાદહન સ્થળ યોગ્ય છે

^જ્યાંહોલીકા દહન કરવામાં આવે છે ત્યાં પોલીસ સ્ટેશનની સામેજ આઠથી દસ બસો પાર્કીેગ થાય સાતે મુસાફરો પણ રહી શકે અને ડેપો પણ બની શકે. તેવી ખુબ સરસ જગ્યા આવેલ છે. ત્યાં બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તો સૌને સરળતા રહે .>હસમુખભાઇ બી.જોષી, સ્થાનિકગરબાડા

હોળીકા દહન વાળી જમીન

^હોળીકાદહન વાળી જમીન ગામતળમાં આવેલ છે અને સાર્વજિનક કામો માટે રીઝર્વ રાખેલ છે. સ્થળ પર બસ સ્ટેન્ડ બનાવવા માટે પંચાયત બોડી તથા ગ્રામજનોનો સહકાર મળે તો બસ સ્ટેન્ડ બનાવવા માટે ખૂબ સારી જગ્યા કહેવાય.>મહેન્દ્રભાઇ ગોહીલ,ગ્રામપંચાયત ગરબાડા તલાટી કમ મંત્રી

મામલતદારકચેરીની મુલાકાત લીધી

^આજરોજ તા.25મીના ગરબાડા ખાતે બસ સ્ટેન્ડ બનાવવા માટે ગોધરા િવભાગીય નિયામક કે.બી. પરમાર તથા મે ગરબાડા મામલતદાર કચેરીની જમીન બાબતે મુલાકાત લીધી હતી. >એમ.એસ. સોલંકી,દાહોદST ડેપો મેનેજર

દાહોદ ડેપો મેનેજર, વિભાગીય નિયામકે મુલાકાત લીધી

અન્ય સમાચારો પણ છે...