તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • પાલિકામાં સમાવેશના વિરોધ બાદ 3 ગ્રામ પં.ની 6ઠ્ઠીએ સંયુક્ત બેઠક

પાલિકામાં સમાવેશના વિરોધ બાદ 3 ગ્રામ પં.ની 6ઠ્ઠીએ સંયુક્ત બેઠક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાશહેરની આસપાસની વાવડી, ભામૈયા, ચિખોદરા ગ્રામ પંચાયતની અંદાજીત 15 હજાર વસ્તીને નગર સેવા સદનમાં સમાવેશ કરવામાં આવતા વિરોધ વંટોળ વ્યાપ્યો છે. યથાવત ગ્રામ્ય વિસ્તારમાં રહેવા પ્રજા તથા સરપંચો દ્રારા માંગ સાથે અસંમિત સાથેના ઠરાવ કરાયેલા છે.ત્યારે આગામી તા. 6 માર્ચે ગોધરાના બામરોલી રોડ ઉપર ત્રણ ગામની સંયુક્ત બેઠકનુ આયોજન કરાતા આંદોલનના ભણકારા વાગ્યા છે.

ગત વર્ષ ઓગસ્ટ માસમાં ગોધરા નગરપાલિકાની ચુંટણી પૂર્વે પાલિકાની વોર્ડ વિસ્તારનો સીમાંકન ધરમૂળથી બદલાવ લવાયા બાદ શહેરને ફરતે આસપાસની પાંચ ગ્રામ પંચાયતને શહેરી નગર પાલિકામાં સમાવેશ કરવાની ઉચ્ચસ્તરે હિલચાલ શરુ કરાઇ હતી.જેના અમલવારી હેઠળ તાલુકા પંચાયત દ્રારા વિધિવત દરખાસ્ત મોકલાવીને સંમતિ અસંમતિ માંગતાં વાવડી, ભામૈયા, જાફરાબાદ, ચીખોદરા,ગોવિદી સહિતના સરપંચ તથા પ્રજા દ્વારા વિરોધ દર્શાવીને હાલના પંચાયતી વિસ્તારમાં રહેવુ મુનાસીબ માન્યુ હતી.

જેથી જેતે સમયે ગતિવિધિ ઉપર બ્રેક વાગી ગઇને નગરપાલિકા તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઇ હતી. ત્યારે ફરી એકવાર ઉચ્ચસ્તરે વાવડી, ભામૈયા, ચિખોદરા ગ્રામ પંચાયતને નાબૂદ કરીને પાલિકાની હદમાં સમાવેશ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરાતાં વિરોધ વંટોળ શરૂ થયો છે. તેના વિરોધમાં વાવડીના ઇશ્વરભાઇ ડામોર, વણાંકપુરના સિરાભાઇ દૌલતી અને ભામૈયાના મણીલાલ વણકર એવા સરપંચોએ જણાવ્યુ હતુ કે સ્થાનિક હાલમાં કે ભૂતકાળમાં ગોધરા શહેરના સેવાસદનમાં તેમની પ્રાથમિક સુવિધાઓ પ્રજાને પૂરી પાડી શકતી નથી.ઉપરાંત પાલિકાની આર્થિક સ્થિતિ ખૂબ કથળેલી છે. ત્યારે બહોળો વિસ્તાર ધરાવતાં પંચાયત હસ્તકનો વિકાસ કેવી રીતે કરી શકશે અને ગરીબ પ્રજાને વધુ ટેક્ષ ભરવો પડશે. જોકે નિર્યણને લઇને લાભ ગેરલાભ અંગે વિચારણા કરાઇ રહી છે.

જેમાં વિસ્તારના પાણી, સ્ટ્રીટલાઇટ, ગટર વ્યવસ્થા, રસ્તા જેવી પ્રાથમિક સુવિધાની સવગડ સમયસર મળતી થશે. જયારે સરકાર દ્વારા યોજનાઓ અનુસાર જાહેર કરાતી ગ્રાન્ટ મળશે. અને શહેરના અન્ય વિસ્તારમાં જેવા વિકાસના કામો હાથ ધરવામાં આવશે. સાથે સાથે સરકારની આવાસ સહિતના કામો કરવામાં મદદરુપ થવામાં ફાયદો થશે.જ્યારે ગ્રામ્ય વિસ્તારના ગામોનુ અંતર શહેરથી લાંબુ પડે છે. ગ્રામ પ્રજાને ભાડા ખર્ચીને કામ માટે છેક ગોધરા આવવુ પડશે. અને વિવિધ કામો માટે દિવસેા સુધીના ધરમધકકા ખાવા પડશે.

ગ્રામ્ય કક્ષાના ખેડૂતો ખેતી ઉપર આધારિત હોઇ આવનાર સમયમાં પાલિકામાં તેઓનો સમાવેશ થાય તો મસમોટી રકમ કરવેરા, મકાનવેરા, પાણીવેરો, લાઇટવેરો,સફાઇ વેરો ભરવા પડશે.તેના વિરોધમાં આમ ગ્રામ પંચાયત બચાવ સમિતિના કન્વીનર એન.ડી.ઉપાધ્યાયની આગેવાની હેઠળ આગામી તા.6 માર્ચના રોજ ગોધરાના બામરોલી રોડ પર આવેલી વૃંદાવન સોસાયટીમાં બપોરે 1.30 કલાકે વિરોધ માટે ત્રણ ગામની સંયુક્ત બેઠક યોજીને આગામી રણનીતિ નક્કી કરવા આંદોલનના મંડાણ કરવાના છે. જેમાં ટ્રક, ટ્રેક્ટર ભરીને મોટી સંખ્યામાં ગ્રામજનો ભાગ લેશે. ત્યારે સરકારના નિર્ણય સામે પ્રજાને મેદાને પડનાર છે.

ગ્રામ્ય વિસ્તારમાં યથાવત રહેવા વાવડી, ભામૈયા, ચિખોદરાની માંગ

અન્ય સમાચારો પણ છે...