તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરાના મહાવીરનગર પાસે ગટરના તૂટેલા ઢાંકણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાનાબામરોલી રોડ પર મહાવીરનગરના વળાંક પાસે છેલ્લા કેટલાક સમયથી ગટરનું ઢાંકણ તૂટી ગયું છે. અત્યંત જોખમી હાલતમાં બનેલા ચેમ્બરને લઇને અજાણ્યા વાહનચાલકોને અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. વળી બાળકો- વૃદ્ધો પણ મુશ્કેલી સાથે ગરકાવ થવાના કિસ્સા બનતાં વહેલી તકે મરામત કરવી જરૂરી છે.

ગોધરાના બામરોલી રોડ તરફ બાબારામદેવપીરનુ મંદિર આવેલુ છે. તેની નજીકમાંથી મહાવીરનગર, મારવાડીવાસ તરફ જવાનો માર્ગ પસાર થાય છે. અહીંથી ભૂર્ગભ યોજના હેઠળ ગટરનુ ગંદુ પાણી તથા વરસાદની પાણીના નિકાલ માટે યોજના બનાવાયેલી હોવાથી એકંદરે આસપાસ કોઇ ગંદકી રહેતા રાહત સાંપડવાની સાથે ઉપયોગી બનેલી છે. પરંતુ ગત ચોમાસમા ગટરનુ ચેમ્બરનુ લોખંડની જાળી ધરાવતુ ઢાંકણ કોઇ કારણોસર તૂટી જતાં જે તે સમયે તંત્ર દ્વારા મરામત કરાવીને પૂર્વવત બનાવ્યુ હતુ.ત્યાર બાદ કામગીરી તકલાદી બનાવાઇ હોય તેમ છેલ્લા એક પખવાડિયાથી એંગલ રાત્રિના સમયે પેટ્રોલપંપ રોડ તરફ જતાં ટ્રકના ટાયરના હેડી પૈડા ફરી વળીને આસપાસનુ ડામર સાથે ભોંયભેગુ એટલે કે ગટરમાં ઝૂકી પડ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી પ્રકારે નુક્સાનગ્રસ્ત બનતા ભારે જોખમરૂપ બન્યું છે. કારણ કે રહેણાંકના રોજીંદા પસાર થતાં દ્વિચક્રી તથા ચાર ચક્રી વાહનો સીધા વાળંક લે છે. ત્યારે જોખમી જાળી દેખાતા તેઓના હંકારવા ઉપર નિયંત્રણ ખોઇ બેસે છે.અને અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. એટલું નહિ પસાર થતાં નાના ભૂંકાઓ તથા વયોવુધ્ધ પણ રાત્રિના સમયે ગરકાવ થવાના કિસ્સા બનતા રહીશો ભારે ચિંતામાં મુકાયા છે.ત્યાંથી પસાર થવામાં ડર અનુભવે છે. વહેલી તકે જવાબદાર તંત્ર સક્રિય બનીને મરામત કાર્ય થાય તો રાહતરુપ બને તેમ છે.

વાહનચાલકોને અકસ્માતની ભીતિ

અન્ય સમાચારો પણ છે...