તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • કડાણા જળાશયમાંથી ખરીફ સિઝન માટેનું પાણી આપવા માટે આયોજન

કડાણા જળાશયમાંથી ખરીફ સિઝન માટેનું પાણી આપવા માટે આયોજન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહીસાગર-પંચમહાલજિલ્લાની કડાણા યોજનાની ડાબા કાંઠા નહેર પિયત વિસ્તારની શાખાઓમાંથી ખરીફ મોસમ સને-2015 માટે પાણી વહેવડાવાનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ ખેડૂતોએ પાછલા પિયતની રકમ સત્વરે ભરી દેવી ત્યારબાદ અરજીઓ સ્વીકારવામાં આવશે જેની તમામ બાગાયતદારોએ નોંધ લેવી.

ઉપરોક્ત યોજનાના પિયત વિસ્તારમાં સિંચાઇનો લાભ લેવા માંગતા લાભાર્થી ખેડૂતોએ સને-2015ની ખરીફ મોસમ માટે પાણી લેવા માટેની અરજીઓ સરકારે નિયત કરેલ ફોર્મમાં સંબંધિત સેકશન કચેરીમાં તા.31 ઓગસ્ટ 2015 સુધીમાં સરકારના વર્તમાન નિયમોનુસાર સંપૂર્ણ વિગતો પુરેપુરી ભરીને રજૂ કરવી. કોરા અરજી પત્રકો જે તે સેકશન કચેરીએ વિનામૂલ્યે ઉપલબ્ધ થશે. જે તે નહેર/માઇનોર/વોટર કોર્સ પરના લાભીત બાગાયતદારોમાંથી ઓછામાં ઓછા 51% બાગાયતદારોએ સિંચાઇનું પાણી મેળવવા અરજી કરેલ હશે જેવી નહેર/માઇનોર/વોટર કોર્સમાં સિંચાઇનું પાણી છોડી આપવામાં આવશે. જે તે નહેર પિયત વિસ્તારમાંથી જો ખુબ ઓછા વિસ્તાર માટે પાણી મેળવવા અંગેની અરજીઓ આવેલ હશે તો તેવા વિસ્તાર માટે સિંચાઇનું પાણી આપવું કે નહિ તેનો નિર્ણય નહેર અધિકારીરીનો રહેશે જેની સિંચાઇકારોએ ખાસ નોંધ લેવી. જળાશયમાં પાણીની ઉપલબ્ધી તથા નહેરમાં પાણી વહેવડાવી શકાય તેવું લેવલ હશે ત્યાં સુધી પાણી આપવામાં આવશે. પિયત સહકારી મંડળીઓ દ્વારા પાણી લેવા માટેની અરજી કરાશે તો તેને પ્રથમ પ્રધાન્ય અપાશે. તેમજ પિયત મંડળીની રચના કરવા ઉત્સુકતા દર્શાવશે તે માઇનોર સબ-માઇનોરને પાણી છોડવાનું કે આગોતર પિયાવાની બાકી રકમ પ્રથમ ભરપાઇ કર્યા બાદ સિંચાઇનું પાણી આપવાની વ્યવસ્થા અત્રેથી કરવામાં આવશે. જેની તમામ બાગાયતદારોએ નોંધ લેવી. સિંચાઇ માટે ઢાળીયાને વ્યવસ્થિત રીતે સાફ સફાઇ કરવાની જવાબદારી ખાતેદારની છે. અને તે પાણી લેવા સુધીના સમય સુધીમાં સાફ થયેલ હોય તો પાણી વહેવડાવવાનું બંધ કરી શકાય છે.

હસ્તક્ષેપ કે વિક્ષેપ કરનાર સામે કાર્યવાહી થશે

પોતાનાઢાળીયામાંથીબીજા ખેડૂતોને પાણી મળી રહે તે હેતુંથી પાણી વહેવા દેવું જોઇએ તે દરેક સિંચાઇકારની પ્રાથમિક ફરજ છે. આમાં બિનજરૂરી હસ્તક્ષેપ કે વિક્ષેપ કરવાનો પ્રયાસ કરનાર ઇસમ સામે કાયદાકીય કાર્યવાહી થઇ શકે છે. જેની તમામ સિંચાઇકારોએ નોંધ લેવી તેમ કા.ઇજનેર કડાણા વિભાગ નં-1 દીવડા કોલોનીએ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...