• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • પૂર્વ પદાધિકારીઓના યોગદાન થકી ગુજરાત વિકાસનું મોડેલ સ્ટેટ બન્યું

પૂર્વ પદાધિકારીઓના યોગદાન થકી ગુજરાત વિકાસનું મોડેલ સ્ટેટ બન્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયમાંપંચાયતી રાજને સુદ્ઢ અને સફળ બનાવવા પંચમહાલ જિલ્લાના પૂર્વ પદાધિકારીઓને સન્માનવાનો કાર્યક્રમ કૃષિ, નાગરિક ઉડ્ડયન મંત્રીની અધ્યક્ષતામાં અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સંસદીય સચિવના મુખ્ય મહેમાનપદે જિલ્લા મથક ગોધરા ખાતે યોજાયો હતો. જેમાં ૬૫ જેટલાં સ્વાતંત્રય સેનાની, શતાયુ નાગરિકો અને પંચાયતના પૂર્વ અધિકારીઓને શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માનવામાં આવ્યાં હતાં.

કૃષિ, નાગરિક ઉડ્ડયન રાજય મંત્રી જશાભાઇ બારડે પ્રસંગે જણાવ્યું હતુંકે, આઝાદી પછી દેશ અને રાજયના નિર્માણમાં પદાધિકારીઓનો મહત્વનો ફાળો રહયો છે. આવા પૂર્વ પદાધિકારીઓના યોગદાન થકી આજે ગુજરાત વિકાસનું મોડેલ સ્ટેટ બની રહયું છે.

રાજય સરકારે તેમના પ્રજાકિય સેવાના યોગદાનનો ઋણ સ્વીકાર કર્યો છે. કાર્યક્રમ રાજકિય નથી પરંતુ અલગ રાજયના અસ્તિત્વ પછી ગુજરાતે વિકાસની ભરેલી હરણફાળમાં પૂર્વ પદાધિકારીઓ અને સ્વાતંત્રય સેનાનીઓએ જે બલિદાન આપ્યા છે તેની રાજય સરકારે આગવી કદર કરી છે. મંત્રીએ રાજયમાં થયેલા કૃષિ વિકાસ સહિત રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવા સાથે વધુમાં જણાવ્યું હતુંકે, સમાજની સર્વત્તોમુખી પ્રગતિ માટે યોજનાઓ રાજયમાં સાકાર થઇ છે અને તેનો લાભ છેક છેવાડાના સામાન્ય જન સુધી પહોંચે તેવા સરકારે ફળીભૂત પ્રયાસો કર્યા છે. પ્રાસંગિક ઉદબોધનમાં સામાજિક કલ્યાણ અને અધિકારિતા વિભાગના સંસદીય સચિવ જેઠાભાઇ સોલંકીએ સન્માન સમારોહના કાર્યક્રમને પ્રજાનાસેવકો પાસેથી આશિર્વાદ મેળવવાનો કાર્યક્રમ હોવાનું જણાવી કહ્યું હતું કે, રાજય સરકારે પૂ.ગાંધી બાપુના સ્વાવલંબી ગામડાઓના સપનાને મૂર્તિમંત કર્યો છે. વિજળી, રસ્તા, પાણી, ધંધા-રોજગારના લોક-કલ્યાણ કાર્યો કરીને ગામડાઓમાં શહેરો જેવી તમામ સુવિધાઓ ઉભી કરી છે. રાજયના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજયને ધબકતું કર્યું હતું જયારે હાલના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વિકાસ કાર્યોની આગવી ગતિ આપી ગુજરાતને ગતિશીલ કર્યું છે. કૃષિ મંત્રી અને સંસદીય સચિવે પ્રસંગે સ્વાતંત્રય સેનાનીઓનું, સો વર્ષની આયુ પૂર્ણ કરી ચૂકેલા વરિષ્ઠ નાગરિકોનું અને પૂર્વ પદાધિકારીઓનું શાલ ઓઢાડી સ્મૃતિ ચિન્હ સાથે સન્માન કર્યું હતું. જેના પ્રતિભાવ રૂપે રાજય સભાના પૂર્વ સાંસદ ગોપાલસિંહ સોલંકી, રાજગઢના પૂર્વ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણસિંહ પરમારે જણાવ્યું હતુંકે રાજય સરકારે પક્ષાપક્ષી ભુલીને લોક સેવકોનું કરેલું સન્માન કાર્યક્રમ પ્રેરણા અને પ્રોત્સાહન સમાન બની રહયો છે. સન્માન સમારોહ કાર્યક્રમની આભાર વિધિ જિલ્લા વિકાસ અધિકારી વિજયસિંહ વાધેલાએ કરી હતી.

ગોધરા

સ્વાતંત્રય સેનાની સહિત 65 પૂર્વ પદાધિકારીઓનું સન્માન

ગોધરામાં પંચાયત પદાધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં સતાયુનું સન્માન કરતાં નજરે પડે છે. } હેમંતસુથાર

અન્ય સમાચારો પણ છે...