કડાણા ડેમમાંથી 2 લાખ કયુસેક પાણી છોડાયંુ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘરાજાનીએન્ટ્રી થતા પંચમહાલ જીલ્લાના વિવિધ ડેમમાં આવક નોંધાઇ હતી. કડાણા જળાશયમાં 2 લાખ કયુસેક પાણી છોડાયુ હતુ. મ.પ્ર., રાજસ્થાના ઉપરવાસમાં પાણીની આવક થતાં 16 ગેટ સાત ફુટ ખોલતાં તમામ સ્ટાફને હાઇએલર્ટ જારી કરાયો છે. જ્યારે કડાણાનો ઘોડીયારપુલ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર બંધ થયો છે. જ્યારે પાનમ ડેમમાં 8736 ક્યુ. પાણીની આવક વધારો થયો છે.

કડાણા જળાશયમાં ઉપરવાસમાં પાણીની આવક ઉભી થતા તંત્ર દ્વારા મંગળવારે વહેલી સવારથી પાણી છોડવાનો વારો આવતા સવારે 4 કલાકથી ડેમમાંથી બે લાખ કયુસેક પાણી છોડાઇ રહ્યુ છે. જેથી આસપાસના ગામોના લોકોને નદી કિનારે સાવધ રહેવાની સુચના અપાઇ છે. જયારે ઉપરવાસમાં આવેલ બજાજ સાગર જળાશયમાંથી 1,75,000 કયુસેક પાણી છોડાતા કડાણામાંથી હાલ બે લાખ કયુસેક પાણી છોડવાનો વારો આવ્યો છે. જેમાં તાલુકાનો મુખ્યમાર્ગ મહી નદી પર આવેલ ઘોડીયાર ડુબક પુલ છે ગરકાવ થતાં અવરજવર માટેનો રસ્તો બંધ થયો છે. તંત્ર દ્વારા સમગ્ર કડાણા વિભાગને તંત્ર દ્વારા એલર્ટ કરાયેલ છે. ઉપરવાસમાં આવેલ આવકને જળાશયમાંથી યોગ્ય રીતે નિકાલ થઇ શકાય. હાલ જળાશયના 16 ગેટ 7 ફુટ સુધીના ખોલાયા છે. 1,91,216 કયુસેક જેટલુ પાણી નદીમાં છોડાઇ રહ્યુ છે. જ્યારે પાણીની આવક 65 હજાર કયુસેક જેટલી નોંધાયેલ છે. જળાશયમાં હજુ વધારે આવક થશે તેવી શકયતા છે. તેવી રીતે પાનમ ડેમમાં 8736 જેટલી આવક થઇ રહી છે.ં 24 કલાક દરમ્યાન નોંધાયેલા વરસાદને લઇને વિવિધ જળાશયમાં ઉત્તોત્તર નોંધાયેલ છે.

દિવડાકોલોની

ગોધરા-શહેરામાં 4 ઇંચ વરસાદ વાંચોપાના નં. 4

1.50 કરોડની વીજ ઉત્પાદન થશે

કડાણા જળાયશમાં 2 લાખ કયુસેક પાણીની આવક થતા તંત્ર દ્વારા 16 ગેટ ખોલીને 1,91,216 કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે. } શૈલેન્દ્રપુવાર

કડાણા હાઇડ્રો પ્રોજેકટમાં ચાર યુનિટો કાર્યરત થતા પ્રતિ કલાકે 1.60 મેગાવોટ વિજ ઉત્પાદન કરાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં અંદાજીત 1.50 કરોડ સુધીની વિજળી ઉત્પન્ન કરાશે. પાણીના આવકથી હાઇડ્રો પ્રોજેકટ ધમધમી ઉઠયા છે. કડાણા હાઇડ્રો પ્રોજેકટ મુખ્યત્વે જળાશયમાંથી નિચવાસમાં છોડેલ પાણીમાંથી વિજ ઉત્પાન્ન કરવાનો હેતુ સમાયેલ છે.

હાઇડ્રોપ્રોજેક્ટના ચાર યુનિટ કાર્યરત કરાયાં

^હાલજળાશયમાં બે લાખ કયુસેક પાણીની આવક ઉભી થઇ છે. જેથી કડાણા હાઇડ્રો પ્રોજેકટનાં ચાર યુનિટો કાર્યરત થયા છે. તંત્ર દ્વારા 24 કલાકમાં દોઢ કરોડની વિજ પુરવઠો પેદા કરી શકાય તેવો અંદાજ લગાવેલ છે. જેથી કડાણા હાઇડ્રો પ્રોજેકટના તમામ કર્મીઓને એલર્ટ તંત્ર દ્વારા કરાયેલ છે. જેથી 24 કલાકમાં દોઢ કરોડની વિજ પુરવઠો ઉતપન્ન કરવાની સંભાવના છે.> પી.કે.જોશી,કડાણાપ્રોજેકટના અધિક્ષક ઇજનેર

બજાજા સાગરમાંથી 1.75 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું : મહી કાંઠા વિસ્તારના ગામો એલર્ટ કરાયાં

મ.પ્ર., રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કડાણા ડેમમાં પાણીની આવક થતાં 16 ગેટ 7 ફુટ ખોલવામાં આવ્યાં

અન્ય સમાચારો પણ છે...