- Gujarati News
- ગોધરામાં હજૂરબાબા સાવનસિંહ મહારાજનો જન્મોત્સવ ઉજવાયો
ગોધરામાં હજૂરબાબા સાવનસિંહ મહારાજનો જન્મોત્સવ ઉજવાયો
ગોધરામાંઆવેલા સાવન કૃપાલ રુહાની મિશન દ્વારા હજૂરબાબા સાવનસિંહ મહારાજના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ હતી.પંજાબથી પધારેલા વક્તા દ્વારા સત્સંગ સભા યોજાઇ હતી. ત્યાર બાદ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતાં મોટી સંખ્યામાં અનુયાયીઓએ ભાગ લીધો હતો.
સમગ્ર દેશભરમાં સાવન કૃપાલ રુહાની મિશન દ્વારા આધ્યાત્મિક તથા સેવાભાવી પ્રવૃતિ હાથ ધરવામાં આવે છે. પંથનો ગોધરામાં મોટી સંખ્યામાં અનુયાયીઓ ધરાવીને અવારનવાર ધાર્મિક કાર્યો કરવામા આવે છે. ત્યારે ગત રવિવારે ગોધરામાં સાવન કૃપાલ રુહાની મિશન દિલ્હી પ્રેરિત ક્રિપાલ આશ્રમ જાફરાબાદમાં હજૂરબાબા સાવનસિંહ મહારાજનો જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ હતી. છેલ્લા કેટલાક દિવસોથી ઉજવણીની સફળતા માટે તડામાર તૈયારી હાથ ધરાઇ હતી.આ દરમ્યાન વહેલી સવારથી જુદા જુદા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
જેમાં પંજાબથી પધારેલા વક્તા નરેન્દ્રભાઇ શર્માએ પૂર્ણગુરુના પ્રેમ તથા આધ્યાત્મિક વિશે ઘણા ઉદાહરણો આાપી શ્રોતાઓને સત્સંગનુ રસપાન કરાવ્યુ હતુ.તેઓએ વધુમાં ગુરુના મહિમા જણાવીને પરમાત્મા સુધી લઇ જવામાં આધ્યાત્મિક પ્રવૃતિ અનિવાર્ય હોવાનુ જણાવ્યુ હતુ.આ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા જિલ્લાના વિવિધ વિસ્તારમાંથી ભક્તો ઉમટી પડી તેઓ કૃતજ્ઞ બન્યા હતા.
ત્યાર બાદ દર વર્ષની માફક ગોધરા રેડ ક્રોસ સોસાયટી તથા સાવન કૃપાલ રુહાની મિશનના સંયુક્ત ઉપક્રમે ધાર્મિકની સાથે સાથે સામાજીક સેવાનો લાભ મળે તે માટે રક્તદાનનુ આયોજન કરવામાં આવતાં મહિલા સહિતનાઓએ ઉત્સાહભેર ભાગ લઇ સમાજને રક્ત દાન કર્યુ હતુ. અંતે ધર્મ દર્શન બાદ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. આમ, ગોધરામાં હજૂરબાબા સાવનસિંહ મહારાજના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
સાવન કૃપાલ રુહાની મિશન દ્વારા જન્મોત્સવની ઉજવણી