ભર ચોમાસે 2 દિ’થી પાણી મળતાં રહીશોનો હોબાળો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાસિવિલ હોસ્પિટલ પાસે આવેલ સંતકવારામ ફળિયામાં છેલ્લા બે દિવસથી પીવાનું પાણી નહી મળતાં રહીશોએ હોબાળો મચાવતાં અધિકારી તેમજ સભ્ય સ્થળે પહોચી ગયા હતા.ક્ષતિને શોધવા માટેની કાર્યવાહી હાથ ધરવા સમગ્ર પાઇપ લાઇનનું ખોદકામ કરાવતાં પ્રજામા હાશકારો વ્યાપ્યો હતો.

ગોધરા શહેર સ્થિત સિવિલ હોસ્પિટલ પાસે સંતકવારામ ફળીયુ આવેલું છે.જેમાં 200 રહેણાંકમાં અંદાજિત 700 ઉપરાંત રહીશો રહે છે.પરંતુ છેલ્લા બે દિવસથી વિસ્તારમાં પાલિકા દ્વારા નળ મારફતે પાણી પહોંચતું નહીં કરવામાં આવતાં તેઓ પાણીની સમસ્યાનો ભોગ બન્યા છે.ભર ચોમાસમાં એકાએક મળતી પાણીની સગવડ બંધ થતાં તેઓ ભારે મુશ્કેલીમાં મુકાઇને છેક દૂર દૂર સુધી પાણી ભરવા જવુ પડ્યુ હતુ.અને પીવાના પાણી માટે બજારમાંથી મોટા જાર ખરીદવા પડી રહ્યાનુ જાણવા મળે છે.કારણ હાલમા ઋુતુજન્ય પાણીના રોગચાળો ફાટે તેવી સંભાવના છે ગુરુવારે ભોગવવી પડી રહેલી સમસ્યાને લઇને સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો.

પીવાના પાણી સહિતના વપરાશના પાણીથી વંચિત બનેલા વિસ્તારના રહીશોએ શરુઆતમાં પાલિકા તરફથી વિતરણ નહી થયુ હોવાનુ માન્યુ હતુ.પરંતુ પાણી છોડવા છતાંય આગળ નહી આવતાં પાઇપલાઇનમાં કચરો એકત્રિત થઇને અડચણ ઉભી થઇ હોવાનુ તાંત્રિક રીતે જાણવા મળતાં તાત્કાલિક પાણી પુરવઠા અધિકારી ભદ્રેશ પંડ્યા તેમજ સભ્ય જયેશભાઇ ચૌહાણ સ્થળે પહોચી ગયા હતા.અને પાઇપલાઇનમાં કોઇ લીકેજ કે ભરાયેલા કચરાની તપાસ માટે પાઇપ લાઇનને ખોદકામ કરીને ક્ષતિ શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેને કારણે આગામી દિવસોમાં પાણીનો પ્રશ્ન હલ થવાની આશા છે. જેના પર રહીશોની મીટ મંડાઇ છે. ત્યારે તંત્ર દ્વારા રહીશોની આશા પર પાણી ના ફેરવાય તેનું ધ્યાન રખાય તે જરૂરી છે.

તૂટેલી પાઇપ બદલી મરામત પૂર્ણ કરાયું છે

છેલ્લાત્રણેક દિવસથી પાણીની સમસ્યા હતી.પણ પાઇપલાઇન ખોદ્યા બાદ વરસાદ પડતાં કામગીરી થઇ શકી હતી.પરંતુ વરસાદે વિરામ લેતાં ગુરુવારે સ્થળ પર જાતે ઉભા રહીને મરામત કાર્ય પૂર્ણ કરાયંુ છે. > ભદ્રેશભાઇ પંડ્યા, પાણી પુરવઠા અધિકારી

જાણ છતાં પ્રથમ દિવસે કોઇ આવ્યું

^ભરચોમાસામાંઅહીં પાણીની સમસ્યા પડી રહી છે. તંત્રને જાણ કરવા છતાં પ્રથમ દિવસે કોઇ આવતાં પ્રશ્ન યથાવત રહ્યો હતો.બીજા દિવસે ટીમ આવતાં હવે પાણીની સમસ્યા હલ થાય તેમ છે. > ચંદ્રેશગણાણી, રહીશ

વહેલી તકે પાણી મળે તેવી માંગ

^સંતકવારામફળિયામાં 200 રહેણાંકમાં છેલ્લા બે દિવસથી પાણી મળતું નથી. જેથી રહીશોને પાણી માટે ભારે યાતના વેઠવી પડી હતી. રજૂઆત કર્યા બાદ ટીમે ગુરુવારે આવીને કામગીરી હાથ ધરી છે.ત્યારે વહેલી તકે પાણી મળે તેવી માંગ છે. > પરસોત્તમશર્મા, રહીશ

અધિકારી તેમજ સભ્યોઅે સ્થળ પર પહોંચી ક્ષતિ શોધવા ખોદકામ કરાવવાનું શરૂ કરાવતાં રહીશોમાં હાશકારો

ગોધરા સિવિલ હોસ્પિટલ પાસેના સંત કવારામ ફળિયાના 700 ઉપરાંત રહીશો પાણી વિના મુશ્કેલીમાં મૂકાયા

ગોધરાના સંત કવારામ ફળીયામાં પાણીના પ્રશ્ને હોબાળો મચ્યો હતો. સ્થળ પર ઉમટેલા રહીશો. } હેમંતસુથાર

અન્ય સમાચારો પણ છે...