જુલાઇ શરૂ છતાં પંચમહાલમાં પૂરતા મફત પુસ્તકો નહીં!
પંચમહાલજિલ્લાની 150 ઉપરાંત શાળામાં ધો.11 અને 12ના મરજિયાત વિષય સંસ્કૃત,મનોવિજ્ઞાન ,ભૂગોળ તથા તર્કશાસ્ત્રના મફત પાઠ્યપુસ્તકો નહી ફળવાતાં અસર પામેલા અંદાજીત 5000 ઉપરાંત વિધ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરવો પડતા ઉછીની લેવાનો વારો આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા ગરીબ વર્ગના વિધ્યાર્થીઓને શિક્ષણ સહાય રુપે મફત પાઠ્યુપુસ્તક યોજના અમલમાં મુકાયેલ હોવાથી દર વર્ષે મોટી સંખ્યામાં લાભ લે છે. ઇડીએન અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ગત વર્ષે 14-15 હેઠળ સરકાર સંચાલિત 150 ઉપરાંત ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં એસસી,એસટી તથા બક્ષી પંચના છાત્રોની યાદી તૈયાર કરાઇ હતી.જેના આધારે જુદા જુદા વિષયના પુસ્તકોની માંગ દર્શાવતી દરખાસ્ત રાજ્ય પુસ્તક મંડળ સમક્ષ રજૂ કરાઇને જૂના માસના અંતથી વિતરણ શરૂ કરાયા છે. રોજે રોજ ગોધરા તેલંગ હાઇસ્કૂલમાં વિવિધ પુસ્તકો આવતાં શાળાઓ તબક્કાવાર જથ્થો ઉપાડી રહ્યા છે.હવે જુલાઇનો પ્રારંભ થયું છે.જેમાં અત્યાર સુધીમાં ધો.11-12ના ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, અર્થશાસ્ત્ર સહિતના પુસ્તકો વિતરણ કરાયા છે. પરંતુ મંડળ દ્વારા મરજિયાત ગણાતા વિષયના પુસ્તકો હાથવગા નહી બનતાં અંદાજીત 5000 ઉપરાંત વિદ્યાર્થીઓમાં ચિંતા વ્યાપી છે.
ગત વર્ષેપણ કેટલાક પુસ્તકો પ્રથમ સત્રના અંત સુધી પણ અપાયા હતા. દાખલ થયેલાઓ કયા વિકલ્પના વિષયો પસંદ કરશે તે વિશે અજાણ હોઇ આવા મરજિયાત વિષયના પુસ્તકો વિશે વર્ષોથી આગોતરુ છાપકામ કરવામાં મંડળ થાપ ખાઇ જાય છે.
ચાર વિષયના પુસ્તકો મંડળના મુદ્રણમાં પડતર છે.પરંતુ અન્ય 300 જેટલા વિષયના રાજ્યભરમા જથ્થાબંધ વિષયના પહોચડવાનુ પ્રાધાન્ય હોવાથી કામગીરી વિલંબમાં પડી છે. બજારમાં પણ નવી આવૃત્તિ નથી. આથી કેટલાક વેપારી જૂની આવૃત્તિના ઉંચા દર લઇ અન્યાય કરે છે.
ઘણાં વિષયના છાપકામમાં થાપ
બજાર આવૃત્તિ પણ નહી
જથ્થાના આધારે ફાળવાય છે
^ધો.11 અને 12ના વર્ગોમાં મરજ્યાત ગણાતાં સંસ્કૃત, મનોવિજ્ઞાન તથા તર્કશાસત્રના પુસ્તકો જીલ્લામાં ફળવાયા નથી.જેમ જેમ જથ્થો આવતો જાય છે તેમ તેમ ફાળવાઇ રહ્યો છે. >આર.એસ.સુતરિયા, મ.શિ.નિ.શિક્ષણાધિકારી કચેરી
જિ.ની ઉ.મા. શાળામાં મફત પુસ્તક વિતરણની કાર્યવાહી. /તસવીર હેમંતસુથાર
મુશ્કેલી