• Gujarati News
  • આણંદ કૃર્ષિ યુનિ.માં નદીસરની મહિલાને એવોર્ડ

આણંદ કૃર્ષિ યુનિ.માં નદીસરની મહિલાને એવોર્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદકૃર્ષિ યુનિવસિટીમાં આયોજીત નેશનલ ઇકોનોમીક સેમીનારમાં નદીસરની મહિલાને એવોર્ડથી સન્માનિત કરાતા સમાજનું ગૌરવ વર્ધાર્યુ છે. સાથે 12 ગામ લેઉવા પાટીદાર સમાજમાં સૌપ્રથમવાર હથિયાર પરવાનો ધરાવનાર સશકત મહિલા તરીકે ગણના થાય છે.

ભારત દેશના બજેટ પ્લાનીંગ કમિશ્નર દ્વારા આણંદ કૃર્ષિ યુનિવસિટીમાં આયોજીત રાજયસ્તરના નેશનલ ઇકોનોમીક સેમીનારમાં નદીસરના લીલાબેન અરવિંદભાઇ પટેલને એવોર્ડથી સન્માનિત કરી બહુમાન કરવામાં આવ્યુ હતુ. 12 ગામ લેઉવા પાટીદાર સમાજમાં સૌપ્રથમવાર હથિયાર પરવાનો ધરાવનાર સશકત મહિલા લીલાબેન પટેલ છેલ્લા પાંચ વર્ષથી રાજયમાં અને જીલ્લામાં પ્રથમ સ્થાને રહી દૂધ ઉત્પાદક ક્ષેત્રે પ્રથમ સ્થાન મેળવતી નદીસરની મહિલા પશુપાલક, રાજયમાં અને જીલ્લામાં આધુનિક પદ્ધતિઓ અપનાવી નવીનીકરણ યંત્રો સાથે ખેતીમાં મોર્ડન પદ્ધતિથી ખેતી કરે છે.

રાજય સરકારે મોર્ડન ફાર્મ જાહેર કરી 1 લાખ ઇનામ લીલાબેનને 2012માં રાજયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2014માં મહિલા ખેડૂત સંમેલનમાં રાજયના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા સન્માનિત કર્યા છે. 12 ગામ લેઉવા પાટીદાર સમાજની પ્રથમ મહિલા લીલાબેન બાર ગામ લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ એમ.એસ.પટેલ ગૌરવની લાગણી અનુભવતા જણાવ્યુ હતુ કે નદીસર ગામની બાર ગામ પાટીદાર સમાજની પ્રથમ મહિલા લીલાબેન પટેલના પુરુષાર્થ દ્વારા સતત પ્રયત્નશીલ રહીને રાજયસ્તરે નામના મેળવી 12 ગામ લેઉવા પાટીદાર સમાજનું ગૌરવ વધારેલ છે.

વર્ષ 2014માં ગુજરાત સરકાર દ્વારા પોતાની પારંપારીક જ્ઞાન અને વિશિષ્ટ પ્રકારના હુન્નરનો ઉપયોગ કરી મહિલા સમુહને આગળ લાવવા માટે પ્રેરણાદાયી થયેલ હોય તવા મહિલાને ગંગાબા યાજ્ઞિક પુરસ્કાર માટે સન્માનિત કરવામાં આવનાર છે. જેમાં નદીસરની મહીલા લીલાબેન પટેલને પુરસ્કાર માટે માંગવામાં આવેલ વિગતો સાથે ઉમેદવારી નોંધાવી છે. છેલ્લા 20 વર્ષથી દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં ગુજરાતમાં શ્વેતક્રાંતીમાં સહભાગી થવા બદલ 12 ગામ લેઉવા પાટીદાર સમાજ નદીસરના લીલાબેન પટેલને અભિનંદન પાઠવ્યા હતા.

12 ગામ લેઉવા પાટીદાર સમાજમાં સૌપ્રથમવાર હથિયાર પરવાનો ધરાવનાર સશકત મહિલા લીલાબેન પટેલની./ હેમંતસુથાર