તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરા LCBએ નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાએલસીબી પોલીસે મહારાષ્ટ્ર થાણાના નારપોલી ભીવંડી પોલીસ મથકમાં ધાડ તથા ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથક તેમજ ભરૂચ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા ફરતા બેને ઝડપી પાડયા હતા.

ગોધરા એલસીબી પીઆઇ ડી.એચ.ચુડાસમા, પોસઇ કે.કે.ડીંડોરે બાતમીના આધારે થાણા જિ.ના નરપોલી ભીવંડી પોલીસ મથકમાં ધાડના ગુનાનો આરોપી સાજીદ મહંમદ હનીફ ઇતરા ઉર્ફે બિલ્લો ઉર્ફે નારૂ (રહે.ઇદગાહ મહોલ્લા ગોધરા) ગોન્દરા સર્કલ યાદગાર હોટલના ઓટલા પર બેઠો હોવાની બાતમી મળતા એલસીબી સ્ટાફે તપાસ કરતા સાજીદ ઇતરા મળતા તેની ધરપકડ કરી કાર્યવાહી માટે નરપોલી ભીવંડી પોલીસને સોંપ્યો છે. જ્યારે ગોધરામાં વિવિધ ગુનામાં નાસતો ફરતો આરોપી સલીમ ઉર્ફે ચકલી સઇદ મેદા (રહે. સીંગલ ફળીયા, ગોધરા)ની ગોધરા ચોકી નં.2ની બાજુમાં પટેલ ચા ની લારી પાસેથી ધરપકડ કરી હતી.

ગોધરા-ભરૂચમાં ચોરીના ગુનામાં સલીમ મેદા ઝબ્બે

ભીવંડી પોલીસ મથકે ધાડના ગુનામાં સાજીદની ધરપકડ

અન્ય સમાચારો પણ છે...