તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તડીપારને LCBએ ઝડપી પાડ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતવિધાનસભાની ચૂંટણીને પગલે વડોદરા જિલ્લામાં પણ હાલ ચૂંટણીનો માહોલ હોવાથી જિલ્લા એલસીબી ગુનાખોરીમાં પાવરધા ઇસમો સહિતની કામગીરી માટે એલર્ટ છે. ગત રાત્રીના જિલ્લા એલસીબીએ ડભોઇ નજીક પેટ્રોલિંગની કામગીરીમાં હતા. તે વખતે બાતમી મળેલ કે કાયાવરોહણનો તડીપાર ઇસમ અનિલ વસાવા જે બે માસ પૂર્વે વડોદરા શહેર જિલ્લા, ભરૂચ, નર્મદા, ગોધરા, આણંદ, છોટાઉદેપુર જિ.ની હદમાંથી બે વર્ષ માટે તડીપાર થયો હતો, તે પોતાના ઘર બાજુ આવેલ છે. જેથી એલસીબીએ રાત્રીના 10-30 વાગે ઝડપી ડભોઇ પોલીસને સુપ્રત કર્યો હતો. ડભોઇ પોલીસે આરોપી વિરુદ્ધ તડીપારની શરતોના ભંગ સહિતની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી .

અન્ય સમાચારો પણ છે...