તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • 3 હજારની લાંચ માગનારા નાયબ મામલતદારને 7 વર્ષની કેદ સજા

3 હજારની લાંચ માગનારા નાયબ મામલતદારને 7 વર્ષની કેદ સજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંગેની પ્રાપ્ત વિગતોમાં, મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકા મછારના મુવાડા ખાતે રહેતા પૂજાભાઈ લાલાભાઈ મછાર જુલાઈ 2010માં નાયબ મામલતદાર કચેરીએ આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે ગયા હતા. જ્યા આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે નાયબ મામલતદારના વચેટિયા સ્ટેમ્પ વેન્ડર જેઠાભાઈ ભગતે રૂ. 3 હજારની લાંચની માગણી નાયબ મામલતદારે કરી હતી. લાંચની માગણીથી ઉશ્કેરાયેલા પૂજાભાઈએ ગોધરા એસીબી પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. ફરિયાદના અનુસંધાને ગોધરા એસીબી ટીમે 15 જુલાઈ 2010ના રોજ ખાનપુર મામલતદાર કચેરીએ છટકુ ગોઠવી નાયબ મામલતદાર અને સ્ટેમ્પ વેન્ડર જેઠાભાઈ ભગતને રૂ. 500ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.

અંગે ગોધરા એસીબી બંને આરોપીઓ સામે મહિસાગર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ એમ.કે.દેશમુખે 13 સાક્ષી તેમજ મહત્વના દસ્તાવેજી પુરાવા કોર્ટ સમક્ષ તપાસ્યા હતા. નજરે જોનારા સાક્ષીઓની જુબાની અને દસ્તાવેજી પુરાવાના આધારે કેસ પુરવાર થાય છે તેવી રજૂઆત કરી હતી.

પક્ષકારોની રજૂઆતના અંતે મહિસાગર સ્પે. એસીબી જજે એચ.બી.રાવલે બંને આરોપીઓને તકસીરવાર ઠેરવીને નાયબ મામલતદાર અને સ્ટેમ્પ વેન્ડરે સરકારી હોદ્દાનો દુરપયોગ કર્યાની નોધ મૂકી ઉપરોક્ત ચુકાદો જારી કર્યો હતો.

ખાનપુર તાલુકા કચેરીમાં આવકના દાખલા માટે નાણાં માંગ્યા હતા

સરકારી કર્મચારીએ હોદ્દાનો દુરપયોગ કર્યો : કોર્ટનું અવલોકન

અન્ય સમાચારો પણ છે...