તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • મોરવા (હ) બેઠક પર મેન્ડેટ આપતાં અપક્ષમાં ઉમેદવારી

મોરવા (હ) બેઠક પર મેન્ડેટ આપતાં અપક્ષમાં ઉમેદવારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરવા(હ)125 વિઘાનસભા સીટ પર કોંગ્રેસના પ્રબળ‌‌‌ દાવેદાર એવા ભુપેન્દ્રસિંહ ખાંટને કોંગ્રેસ તરફથી છેલ્લી ઘડી સુઘી મેન્ડેટ કે કોઇ માહિતી આવતાં મોરવા(હ) તાલુકાના કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ મોરવા ખાતે એકઠા થયા હતા.

કોગ્રેસ કાર્યકત્તાઓ તથા હોદેદારો ઉચ્ચ કક્ષાએથી ઉમેદવારની કોઇ જાણ નહિ કરતાં રોષે ભરાઇને કાર્યકર્તાઓએ ભુપેન્દ્ર ખાંટને ઉમેદવારી કરવાનું જણાવતાં ભુપેન્દ્ર ખાંટે જગી મેદની લઇને સોમવારના રોજ અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતુ઼. સાથે કોગ્રેસમાંથી મેન્ડેટ મોડે સુઘી આવે તો મોરવા(હ) કોગ્રેસનું વિર્સજન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

મોરવા(હ) બેઠક માટે કોગ્રેસે ગઠબંઘન કર્યું હોવાથી સ્થાનીક ઉમેદવાર ને મેન્ડેટ આપીને મોરવા(હ) બેઠક ભારતીય ટ્રાયબલ પાર્ટી ના ઉમેદવાર અલ્પેશકુમાર ડામોરને ટેકો જાહેર કર્યો છે.

જેથી મોરવા(હ) બેઠક પર BTPના ઉમેદવાર અલ્પેશકુમાર ડામોરે કોંગેસના ટેકાથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેનો તમામ કોગ્રેસ હોદેદારો અને કાર્યકત્તાઓએ વિરોધ કર્યો હતો.

કાર્યકર્તાઓએ પોતાનો ઉમેદવાર તરીકે પંચમહાલ જિલ્લા કોગ્રેસ મંત્રી ભુપેન્દ્ર ખાંટને જાહેર કરીને તેઓને ફોર્મ ભરવાનું કહેતાં જન મેદની સાથે ભુપેન્દ્ર ખાંટે કોગ્રેસ અને અપક્ષ એમ બે ફોર્મ ભર્યા હતા. કોંગ્રેસમાંથી મેન્ડેટ મળવાની આશાએ કોંગ્રેસમાંથી અને મેન્ડેટ આવે તો અપક્ષ તરીકે ઉમેદવારીનુ઼ ફોર્મ ભર્યું હતું.

ભુપેન્દ્ર ખાંટે ની સાથે મોટી સંખ્યામાં કોગ્રેસના કાર્યકત્તાઓ જોડાઇને મેન્ડેટ મળે તો કોગ્રેસમાંથી સામુહિક રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી હતી. આમ મોરવા(હ) બેઠક પર કોગેસમાં ઘમાસાન થતાં સ્થાનિક કોગ્રેસમાં રોષ દેખાઇ રહ્યો હતો.

જો કે પક્ષમાંથી ટીકીટ મળવાની પુરેપુરી શક્યતા સાથે મંત્રી ભૂપેન્દ્ર ખાંટે ફોર્મ ભરવાની જાહેરાત પણ કરી હતી. પરંતુ મેન્ડેટ મળતા તેઓનો તેમજ કાર્યકરોનો ગુસ્સો સાતમાં આસમાને ચઢ્યો હતો.

પ્રબળ‌‌‌ દાવેદાર ભુપેન્દ્રસિંહ ખાંટ ટિકિટ મળતા હોબાળો

શિસ્તભંગના પગલાં ભરીશું

^કોંગ્રેસેગુજરાતમાં BTP સાથે ગઠબંઘન કર્યું હોવાથી મોરવા(હ) બેઠકમાં BTPના ઉમેદવારને ટેકો આપ્યો છે. જો કોઇ કોંગ્રેસ કાર્યકર્તાઓએ અપક્ષ તરીકે ફોર્મ ભરશે તો તેની સામે શિસ્તભંગના પગલાં ભરીશું. > અજીતભટ્ટી, પંચમહાલજિલ્લા કોગ્રેસ પ્રમુખ

મેન્ડેટ આવે તો સામુહિક રાજીનામાની ચીમકી કોંગ્રેસના ટેકાથી બીટીપીના ઉમેદવારે ફોર્મ ભર્યુ

અન્ય સમાચારો પણ છે...