5 બેઠકો પર 3.21 લાખથી વધુ યુવા મતદારો મતદાન કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલની5 બેઠકો પર 14 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાશે. સંદર્ભે તંત્ર દ્વારા નવા મતદારોના નામ ઉમેરવા આયોજન કરાયંુ હતંુ. અને તેમા ચુટણીમાં 18 થી 29 વર્ષના 5.50 લાખ યુવા મતદારો મતદાન કરશે.

પંચ.ની પાંચ બેઠકો ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા તથા મોરવા(હ) માટે આગામી 14 ડિસેમ્બરે વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. આથી તંત્ર દ્વારા અગાઉથી નવા મતદારોના નામ ઉમેરવા આયોજન કરાયું હતંુ. ચૂંટણીમાં 5 બેઠકો પરથી 11,67,819 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. 18થી 19 વર્ષના 38,934 નવા મતદારો નોંધાયા હતા. જેઓ પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પંચમહાલની પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં 18થી 19ની વયના 38,934 મતદારો તથા 20થી 29ની વયના 2,82,436 મતદાર મળી 3,21,370 યુવા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જે જિ.ના કુલ મતદારોની સંખ્યામાં 28 ટકા યુવા મતદારો છે. તેઓને અાકર્ષવા ઉમેદવારો ફેસબુક, વ્હોટસ એપ, ટવીટર અને ઇન્સ્ટ્રાગ્રામ જેવા મીડીયાનો ખાસ ઉપયોગ કરી પોતાના પક્ષની જાણકારી આપી રહ્યા છે.

પંચમહાલ જિલ્લામાં આગામી 14 ડિસેમ્બરે ચૂંટણી

જિ.ના કુલ મતદારોની સંખ્યામાં 28 ટકા યુવા મતદારો

અન્ય સમાચારો પણ છે...