તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કમળાગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સ કામગીરી પૂરજોશમાં શરૂ કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમળાગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સ કામગીરી પૂરજોશમાં શરૂ કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરામાંરવિવારે કમળાએ દેખા દીધા બાદ જિલ્લાનું આરોગ્યતંત્ર સફાળુ જાગ્યુ છે. વિસ્તારમાં દિન પ્રતિદિન કમળાના કેસો વધી રહ્યા છે. ત્યારે સફળા જાગેલા આરોગ્ય તંત્ર દ્વારા કમળાગ્રસ્ત વિસ્તારમાં રાઉન્ડ ક્લોક બચાવ કામગીરી હાથ ધરી છે. ક્લોરીનેશન, દવા છંટકાવ સહિતના ચોકસાઈભર્યા પગલા લેવામાં આવી રહ્યા છે.

અંગેની પ્રાપ્ત વિગતામાં, રવિવારથી સર્જાયેલા ઓખી વાવાઝોડાના ઓથા હેઠળ ગોધરામાં એક સાથે 40 જેટલા કેસો કમળાના નોધાવવા પામ્યા હતા. જેમા પ્રાથમિક તબક્કે ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈન મિક્સ થઇ જવાના કારણે કમળાનો રોગચા‌‌ળો ફેલાયો હતો. બાદમાં એકસાથે આટલા મોટા પ્રમાણમાં કમળાના કેસો પ્રકાશમાં આવતા કથળેલા નગરપાલિકાના વહીવટી તંત્રની પોલ ખોલી નાંખી હતી. નગરપાલિકા દ્વારા તાકીદની બેઠક બોલાવી કમળાગ્રસ્ત વિસ્તારના ત્રણ લીકેજ શોધીને રીપેર કરવામાં આવ્યા છે. જેના પગલે નગરપાલિકાનું નઘરોળ તંત્રની વધુ એકવાર નિષ્કાળજી પ્રકાશમાં આવી છે. અગાઉ પણ ગોધરાના જુદા જુદા વિસ્તારમાં બનાવામાં આવેલા રોડ થોડા સમયગાળામાં બિસ્માર થઇ જતાં શંકાના પરિઘમાં નગરપાલિક તંત્ર આવ્યું હતું.

11 ટીમો કામે લગાડવામાં આવી

ગોધરામાંજુદા જુદા વિસ્તારોના ઘરે ઘરે જઈ તાત્કાલિક અસરથી કામગીરી કરવામાં આવી છે. જિલ્લાની 9 આરોગ્ય ટીમ અને વડોદરાથી બે આરો્ગ્યની ટીમ બોલાવામાં આવી છે. ટીમના તમામ કર્મચારીઓ કમળાગ્રસ્ત વિસ્તારમાં ક્લોરીન નીટેબલેટોનું વિતરણ, પાણીની ટાંકી સફાઈ કરવાના આદેશ જારી કરવામાં આવ્યા છે.

દુષિતપાણીથી કમળાના કેસો નોંધાયા

^જેવિસ્તારોમાં કમળાના સૌથી વધુ કેસો પ્રકાશમાં આવ્યા છે જ્યાં નગરપાલિકા દ્વારા ડ્રેનેજલાઈન અને પીવાના પાણીની લાઈનના ત્રણ કનેકશન મીક્સ થઈ જવાના કારણે રોગચાળો ફેલાયો છે. તેમ પાણીના લીધેલા સેમ્પલની ચકાસણી બાદ ફલિત થયું છે.>કે.બી.ઝવેરી, ડીડીઓ

વધુ એક વાર પાલિકા શંકાના પરિઘમાં

દુષિત પીવાના પાણીથી કમળો ફેલાયો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો