તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંગેલામાં જુગાર રમતાં ચાર ઝડપાયાં : ત્રણ ફરાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદતાલુકાના ખંગેલા ગામે જુગાર રમતાં ચાર યુવકોની આર.આર સેલે ધરપકડ કરી હતી જ્યારે ત્રણ ફરાર થઇ ગયા હતાં. રોકડ સાથે મોટર સાઇકલ અને મોબાઇલ મળીને 99600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. કતવારા પોલીસે સાતેય સામે ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો.

દાહોદના બુરહાન ભાટીયા, સલીમ સામત, સતીષ શેઠ, અસગર અલી બાજી, હસન સૈફુદ્દીન, મોઇજ હકીમુદ્દીન તથા દિનેશ ધોબી વગેરે ભેગા મળી ગતરોજ સાંજના પોણા પાંચેક વાગ્યાના સુમારે દાહોદ તાલુકાના ખંગેલા ગામે જુગાર રમી રહ્યા હતા. તે વખતે ગોધરા આર.આર.સેલના પી.એસ.આઇ. એ.એ ચૌધરી તથા તેમના સ્ટાફે ઓચિંતો છાપો મારતાં યુવાનોમાં નાસભાગ ...અનુસંધાન પાના નં.2

પોલીસે 99600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

અન્ય સમાચારો પણ છે...