• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ચિંતા | વરસાદ પડેતો શિયાળુ પાકને નુકશાન થવાની શક્યતા : તાપમાનમાં વધારો થાય તો ચિંતા દુર થાય

ચિંતા | વરસાદ પડેતો શિયાળુ પાકને નુકશાન થવાની શક્યતા : તાપમાનમાં વધારો થાય તો ચિંતા દુર થાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓખીવાવાઝોડાના પગલે ગુજરાત સહિત પંચમહાલ જિલ્લામાં ત્રીજા દિવસે પણ વાદળછાયુ વાતાવરણ રહેવા પામ્યુ છે. જેના કારણે તાપમાનના ધટાડા સાથે ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. વાતાવરણમાં પલટો આવવાથી ખેડુતવર્ગ ચિંતામાં મુકાયો છે.

પ્રાપ્ત માિહતી અનુસાર, અરબી સમુદ્વમાં ધુમી રહેલ ઓખી વાવાઝોડુ ધીમે ધીમે ગુજરાત તરફ આવવાની સાથે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને પગલે પંચમહાલ જિલ્લામાં ત્રીજા દિવસે વરસાદી મહોલ સાથે સોમવારે રાત્રીના સમયે સામાન્ય વરસાદ વરસ્યો હતો. તાપમાનના ઘટાડા સાથે ઠંડીનું પ્રમાણ વધ્યુ છે.

વરસાદથી કોઇ પાકને ફાયદો થાય તેવુ નથી. પરંતુ જો વધુ વરસાદ પડે તો ઘઉ,ચણા,તુવેર,શેરડી જેવા શિયાળુ પાકને નુકશાન થવાની શક્યતા રહેલી છે. જેને કારણે ખેડુતવર્ગ ચિંતામાં મુકાયો છે.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ જો ઓખી વાવાઝોડાની અસર બુધવાર સુધી રહે અને ત્યાર બાદ ધીમે ધીમે પુન: તાપમાનમાં વધારો જોવા મળે તો ખેડુતવર્ગની ચિંતા દુર થાય. હાલતો વરસાદી માહોલને કારણે ખેડુતવર્ગ ચિંતામાં મુકાયો છે.

આવા વરસાદથી કોઇ નુકશાન નથી

^સોમવારરાત્રે પડેલા સામાન્ય વરસાદથી શિયાળુ પાકને કોઇ નુકશાન નથી. પરંતુ જો પવન સાથે જોરદાર વરસાદ પડે તો ઘઉ,ચણા,તુવેર,શેરડી જેવા શિયાળુ પાકને નુકશાન થવાની શક્યતા રહેલી છે.>ચંદ્વકાંત કેપટેલ,ખેડુત,વેજલપુર

સામાન્ય પડેલ થોડો વરસાદ ફાયદા કારક

^સોમવારનીરાત્રે પડેલ સામાન્ય વરસાદથી શિયાળુ પાકને જિલ્લામાં નુકશાન કારક નથી. પરંતુ હમણા ચાલી રહેલી ઘઉ,મકાઇ તથા ચણા જેવા પાકનું વાવેતર થતુ હોય તેના માટે સામાન્ય પડેલ વરસાદ થોડો ફાયદા કારક કહેવાય.> મયુરભાઇતાવીયાડ,ખેતીવાડી અધિકારી,ગોધરા

પંચ.માં ઓખી વાવાઝોડાથી ખેડુતો ચિંતામાં

અન્ય સમાચારો પણ છે...