• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ઘોઘંબાના પાલ્લી અને દેવણનીમુવાડીમાં કેળના છોડને નુકસાન કરતા ભૂંડોનો ત્રાસ

ઘોઘંબાના પાલ્લી અને દેવણનીમુવાડીમાં કેળના છોડને નુકસાન કરતા ભૂંડોનો ત્રાસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોઘંબાનાપાલ્લી અને દેવણનીમુવાડી પંથકમાં ભૂંડોના ત્રાસને લઇ ડાંગરના ધરુ અને કેળના છોડને નુકસાન થતાં ખેડૂતોમાં આક્રોશ વર્તાય છે. એક તરફ વરસાદ મોડો થયો છે. અગાઉનું બિયારણ નાશ પામ્યું છે અને વધારામાં ભૂંડો દ્વારા તાજેતરમાં કેળના છોડ અને ડાંગરના ધરુમાં ભેલાણ કરી ખેડૂતોને અર્થિક નુકસાન કરે છે.

છેલ્લા કેટલાક સમયથી પાલ્લી અને દેવણનીમુવાડી પંથકમાં ભુંડોના ત્રાસ વર્તાતા ખેડૂતો દ્વારા અવાર નવાર વન વિભાગને રજૂઆતો કરવા છતાં પણ કોઇ પગલાં ધરવામાં આવતા નથી. દિવસે ખેડૂતો દ્વારા ખેતરમાં રખેવાળી ભરવામાં કરવામાં આવે છે. તો ભુંડો રાત્રીના ખેતરોમાં ઘુસી પાકના ધરુ અને કેળના છોડને નુકસાન કરી પોતાનો ખોરાક બનાવે છે. અંગે ખેડૂત દિલીપભાઇ સામંતભાઇ પંડયા અને અશ્વીનભાઇ ડાહ્યાભાઇ સોલંકીના જણાવ્યા મુજબ બંનેવના ખેતરમાંથી 200 ઉપરાંત કેળના છોડ તાજેતરમાં રોપ્યા હતા. તે તમામ છોડને ભુંડો દ્વારા નુકસાન કરવામાં આવ્યુ છે. કેળનો એક છોડ રૂા.15માં લાવ્યા હતા. મતલબ 200 છોડના રૂા.3 હજારનું નુકસાન થવા પામ્યુ છે. તથા ડાંગરના ધરુને પણ નુકસાન કરવામાં આવ્યુ છે. હવે નવા કેળના છોડ મળે તેમ નથી અને ડાંગરના ધરુ ફરી રોપાય તેમ નથી. એટલે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.

કાંટાળા તારની ફન્સિંગની યોજના છે

^ઘોઘંબાપંથકમાં ભુંડો અને નીલગાયથી ખેતીના પાકને નુકસાન થતુ હેાય તો કાંટાળા તારની ફેન્સીગ બનાવવાની યોજના છે. જે માટે જેતે ખાતેદારો નાયબ વન સંરક્ષક ગોધરાને અરજીકરવાની રહે છે. આવો લેખીતમાં જવાબ લોકસંવાદ સેતુ કાર્યક્રમમાં તા.23 સપ્ટેમ્બરે ઘોઘંબા દ્વારા આપવામાં આવ્યો છે. > રેન્જફોરેસ્ટ અધિકારી

એક તરફ મોડા વરસાદથી નુકસાન થયું હતું તો હવે ભૂંડોથી નુકસાન

ઘોઘંબાના પાલ્લી અને દેવણીનીમુવાડી ગામે ભુંડોના ત્રાસને લઇ ખેડૂતો દ્વારા ખેતી બચાવવા કાપડની વાડ કરવામાં આવી હતી. } સુરેન્દ્રશાહ

અન્ય સમાચારો પણ છે...