• Gujarati News
  • ગોધરાની કોલેજમાં સુરક્ષિત સલામત પંચમહાલની થીમ પર કાર્યક્રમ યોજાયો

ગોધરાની કોલેજમાં સુરક્ષિત -સલામત પંચમહાલની થીમ પર કાર્યક્રમ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલજિલ્લાો વહીવટી તંત્ર દ્વારા યુવાનોની સામાજિક જવાબદારીનો પાંચ દિવસીય જોશ-૧૫ કાર્યક્રમ આયોજીત કર્યો છે. જેના ત્રીજા દિવસે સુરક્ષિત પંચમહાલ અને સલામત પંચમહાલની થીમ પર ગોધરાની શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાયો હતો.

વડોદરા રેન્જ‍ના ડીઆઇજી અનુપમસિંહ ગેહલોતના મુખ્ય મહેમાન પદે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનો અને આમંત્રિતોને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે, સમાજમાં વ્યાપેલા દૂષણોને દુર કરવામાં પોલીસની સાથે યુવાનો જોડાય તે સમયની માંગ છે. આજે ટેકનોલોજીના વધતા ઉપયોગ સાથે સાઇબર ક્રાઇમમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તો મહિલા સલામતી અને નશાખોરીના કિસ્સાઓ બનતા રોકવા સમાજમાં જાગૃતિની આવશ્યકતા વધી છે. લોકો સાથે યુવાનો દિશામાં પોલીસ સાથે રહીને કામ કરશે તો તેના સુફળ સમાજને આપી એક સારા નાગરિક બનીએ અને સુરાષ્ટ્ર બનાવવામાં યોગદાન આપીએ. ગેહલોતે સુરક્ષા સેતુ અંતર્ગત મહિલાઓને સક્ષમ બનાવવા અને જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા વર્ષ દરમિયાન સામાજિક જાગૃતિના કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. કાર્યક્રમના મુખ્ય વકતા નીધિ બારોટે મહિલા સુરક્ષા અને મહિલા લક્ષી કાયદાઓની વિશદ છણાવટ સાથેની સમજણ આપી હતી. બીજા વકતા મનીષભાઇ જૈન દ્વારા સાયબર ક્રાઇમની વ્યાીખ્યાં, સમજ અને તેનાથી બનતા ગુનાઓથી પોતાને દુર રાખવા તથા ગુનેગારોની જાળમાં સપડાવવા બાબતે માહિતી આપી હતી. ગોધરા લો કોલેજના વિદ્યાર્થી વ્રજ શાહે પ્રસંગે મહિલા સુરક્ષા પર વકતવ્યબ આપ્યું હતું. ગોધરાના નાયબ પોલીસ અધિકારી વી.કે.નાઇએ પોલીસે કરેલી આર્ચરી કલબ સ્થાપનાની માહિતી આપી હતી.