• Gujarati News
  • ગેસ બુકિંગનું સર્વર ઠપ થતાં 500 ગ્રાહકો અટવાયાં

ગેસ બુકિંગનું સર્વર ઠપ થતાં 500 ગ્રાહકો અટવાયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લાબેત્રણ દિવસથી ગોધરામાં આવેલી એચપી કંપની સંચાલિત ગેસ બોટલ નોંધણીનો એસએમએસ સુવિધામાં ધાંધિયા સર્જાયા છે.ઇન્ટરનેટ સર્વરની ગતિ મંદ પડતાં નોંધણીનો સંદેશો નહી પાઠવાતાં અંદાજીત 500 ઉપરાંત ગ્રાહકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.પાંચ પાંચ વખત પ્રયત્ન કરવા છતાં નોંધણી નહી થતાં તેઓ સુવિધાથી વંચિત રહે તેવી ચિંતા વ્યાપી છે.

ગોધરા શહેરામાં દિન પ્રતિદિન વધતી જતી સંખ્યાની સરખામણીમાં ગેસ બોટલનો ઉપયોગ વધતો જાય છે.એટલે તાજેતરમાં શહેરમાં એક બામરોલી રોડ માટે નવીન ગેસ વિતરકની નિમણુંક અપાતાં હાશકારો વ્યાપ્યો છે.પરંતુ એચ.પી. કંપની સંચાલિત એસ.એમ.એસ સુવિધા બાબતે ધાંધિયા સર્જાતા અસંખ્ય ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે.પહેલેથી નવી ટેકનોલોજીનો વિરોધ ઉઠેલો છે.પરંતુ મોબાઇલ પર વળતો પ્રત્યુત્તર મળતો હોવાથી એકદંરે વિશ્વાસપાત્ર સુવિધા જણાય છે. સરકાર દ્રારા ઘરુલુ ગેસમાં કાળાબજારિયાને નાબૂદ કરી વિતરણ વ્યવસ્થા પારદર્શક બનાવવા માટે હાલ નોંધણી ઓનલાઇન કાર્યરત કરાયેલી જોવા મળે છે. હાલ શિયાળાની ઋુતુમાં ગેસ બોટલો વપરાશ બમણો થયો છે. ત્યારે પોતાની જરૂરિયાત સંતોષવા માટે અને અણીના સમયે ગેસ પૂરો થતાં તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા દોડધામ મચી જાય છે.અને સગાસંબંધિતો પાસે પહોચવુ પડે છે.તેમ છતાં હાથવગી બનતાં કાળાબજારમાંથી ખરીદવી પડી રહ્યાનું જાણવા મળે છે. ત્યારે 21 દિવસની મુદત આધારે ગ્રાહકો પોતાનો હકની સુવિધા મેળવવા માટે દર્શાવાયેલા 9624365365 મોબાઇલ નંબર પર એસએમએસ કરીને બુકીંગ કરાવી રહ્યા છે.પરંતુ અડધો સંદેશો ટાઇપ કરવાની સાથે અચાનક સર્વર મંદ પડી જઇને નવેસરથી ટાઇપ કરીને પુ:ન મોકલવા છતાં સુવિધા જતી નથી.છેલ્લા બે ત્રણ દિવસથી સર્વર બંધ રહેતા અંદાજીત 500 ઉપરાંત ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે.ગોધરામાં એચ.પી કંપની સંચાલિત એકમાત્ર એજન્સી છે.જેની સાથે પટેલવાડા, નીચવાસબજાર, સોનીવાડ, લીમડી ફળિયા, વ્હોરવાડ, સૈયદવાડ, સાવલીવાડ, મીઠીખાન મહોલ્લા, ગુહ્યા મહોલ્લા, ગૈની પ્લોટ, સાતપુલ ઓઢા સહિતના અંદાજિત 11135 જેટલા ગેસધારકો સંકળાયેલા છે.જે પૈકી વપરાશકારોને એસએમએસ નહી થતાં તેઓ બોટલ સુવિધાથી વંચિત રહે તેવી દહેશત સેવાઇ રહી છે.હાલ સુવિધાની જરુરિયાત ઉભી થઇ છે.તેવા સમયે ઇન્ટરનેટમા ધાંધિયા સર્જાતા તેઓને પોતાના કિંમતી કામ છોડીને તાત્કાલિક ગેસ એજન્સી ઉપર દોડી જવું પડે છે. અને ટેકનીકલ તકલીફ અંગે ફરિયાદ કરવી પડે છે.અને વિતરક દ્રારા કંપનીમાંથી સર્વર ડાઉન હોવાનુ જાણવા મળતાં તેઓને ધક્કા ખાવા પડી રહ્યા છે. બેત્રણ દિવસથી સર્જાયેલી સમસ્યાથી ભારે હાલાકી થઇ છે.આથી અગાઉથી ચાલતી ટેલીફોન બુકીંગ વ્યવસ્થા વધુ અસરકારક હતી. SMS સુવિધામાં સર્જાતા ધાંધિયાથી મુશ્કેલી થઇ છે.

કંપનીમાંથી સર્વર ઠપ બન્યું હતું તુરંત અન્ય કં.નું કાર્ડ બદલ્યું છે

^બે ત્રણ દિવસથી કંપનીમાં સર્વર ઠપ બન્યું હતું.જેનાથી તકલીફ પડી હતી. ઉભી થયેલી સમસ્યાને નિવારવા તાત્કાલિક સરકાર દ્વારા અન્ય કંપનીનું કાર્ડ તબદીલ કરાયું છે. પ્રક્રિયા પૂર્ણ થતાં રાબેતા મુજબ કાર્યરત થતાં પ્રશ્ન રહેશે નહીં. >ચંદુભાઇ પરમાર,વિતરક

બે-ત્રણ દિવસથી પ્રયત્ન કરવા છતાં હજુ સેવા કાર્યરત થઇ નથી

^મોબાઇલ એસએમએસ મારફતે ગેસ બુકીંગ કરવા જતાં નંબર સ્વીચ ઓફ આવે છે.બે-ત્રણ દિવસથી પ્રયત્ન કરવા છતાં હજૂ સેવા કાર્યરત થઇ નથી.રુબરુ ગેસ એજન્સીએ જતાં સર્વર ડાઉન હોવાનુ જાણવા મળ્યા છે.ત્યારે ટેકનીકલ સમસ્યા વહેલીતકે ઉકેલવી જોઇએ. >અશોકભાઇ રાવલ,ગ્રાહક

નવેસરથી ગેસ બોટલ માટે નોંધણી કરાવવી પડી

^મોબાઇલથી નોંધણી કરાવવામાં ગેરલાભ થયોનો કડવો અનુભવ થયો છે. તાજેતરમાં એસએમએસ કરીને ગેસ બોટલ નોંધાવ્યો હતો. જેનો સંદેશો મોકલ્યા બાદ બાબતે વળતો કોઇ પ્રત્યુત્તર મને મળ્યો હતો. કલાકો માટેની રાહ જોયા બાદ પણ જવાબ મળતાં આવશે તેવી આશા રાખી હતી. આખરે બોટલ આવતાં અઠવાડિયા પછી નવેસરથી નોંધણી કરાવવી પડી હતી. >દર્શનાબેન બારિયા,ગ્રાહક