• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • આંગણવાડી કર્મચારીઓની રેલીમા પંચમહાલના કર્મચારીઓ જોડાયાં

આંગણવાડી કર્મચારીઓની રેલીમા પંચમહાલના કર્મચારીઓ જોડાયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારેપંચમહાલ જીલ્લાના આંગણવાડીના ફિક્સ પગારદારીઓને વધુ વેતન નહી મળતા અને પોતાની પડતર પગારની માંગણી સંર્દભે અમદવાદમાં આયોજીત રેલીમાં 50 ઉપરાંત કર્મીચારીઓ જોડાયા હતા અને હવે જીલ્લાકક્ષા તથા તાલુકા કક્ષાએ કાર્યક્રમ યોજાનાર છે.

પંચમહાલ જીલ્લામાં આવેલ બાળ અને મહીલા વિકાસ યોજના સંચાલિત 400થી વધુ આગંણવાડીમા ફરજ બજાવતા 1800થી વધુ કાર્યક્રર તથા તેડાઘર સ્ટાફ દિવસ રાત જોતરાયેલો રહે છે.સરકારના મહત્વના આકાર્યક્રમમાં જોતરાયેલા ફિક્લ પગારદારી ર્કમીઓ તેઓના લક્ષ્યાંક પ્રમાણે કામગીરી બજાવી રહ્યા છે આવા સ્ટાફને કાર્યકરને 4700 તથા તેડાઘરને 2500 જેટલા કરારથી ફિક્સ પગારમાં રાખીને શોષણ કરી રહી છે,અવાર નવાર માંગણી કરીને તેઓને યોગ્ય મહેનતાણું અને વધુ પગાર મળે તેવી આશા સાથે રજુઆત કરી રહ્યા છે.પરંતુ સરકાર કોઇને કોઇ બહાનું બતાવીને તેઓની માંગણીને નકારી રહી છે.જેને લઇને આવા ફિક્સ

...અનુસંધાન પાના નં.2

વેતનધારી ર્કમચારીઓ નારાજગી અનુભવી રહ્યા છે.તાજેતરમાં સરકાર દ્વારા વેતન વધારાની નિતિ જાહેર કરી છે જેમાં આંગણવાડી ર્કમીઓને બાકાત રાખવામાં આવ્યાની લાગણી અનુભવી રહ્યા છે આથી આજે રવિવારની અમદાવાદમાં સરકારની પગાર નિતિ સામે વિરોધ નોંધાવવા પંચમહાલ જીલ્લાના ર્કમચારીઓ ખાનગી વાહનો મારફતે પહોચીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને આગામી સમયમાં જીલ્લા અને તાલુકા કક્ષાએ આંદોલન કરવાનુ એલાન અપાયુ છે. અને હવે સોમવારથી બાળ અને મહીલા વિકાસ યોજના ધમધમતી થશે ત્યારે હવે જોવાનુ રહ્યુ કે સરકાર કેટલી માંગ સંતોષશે





વધુ વેતનની માગ સાથે ગાંધીનગરમાં રેલી યોજાઇ હતી

હવે જીલ્લાકક્ષા તથા તાલુકા કક્ષાએ કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...