તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિયાળાની શરૂઆત થતા બાગમાં કસરત કરવા આવતા લોકો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાસહિત પંચમહાલમાં ધીમે પગલે શિયાળાની શરૂઆતના એંધાણ વર્તાઇ રહ્યા છે જેને કારણે લોકોને રાત્રે ફુલગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.. શિયાળામાં લોકો પોતાના શરીર માટે ખાસ કાળજી રાખતા હોય છે. વહેલી સવારે લોકો મુખ્યમાર્ગો પર તથા બાગ-બગીચામાં જોવા મળી રહ્યા છે.

છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીનો અહેસાસ થતાં લોકોને રાત્રિ તેમજ વહેલી પરોઢના સુમારે ગરમ વસ્ત્રો ધારણ કરવાની ફરજ પડી છે. દિવાળી પર્વ બાદ શરદ ઋતુએ ધીમે ડગલે સમગ્ર જિલ્લામાં ધીમે ધીમે પગરવ જમાવ્યો છે. હાલમાં જિલ્લાવાસીઓ બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે ઠંડીનો ચમકારો તથા બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીની શરૃઆત થતાં સમગ્ર જિલ્લાવાસીઓ ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. તાપમાનમાં ઘટાડો નોંધાતા શિયાળાનો માહોલ જામી રહ્યો છે. મધ્યરાત્રિથી વહેલી પરોઢ સુધી જિલ્લાવાસીઓ ફુલગુલાબી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. અને ધીમે-ધીમે જિલ્લામાં શિયાળાનો માહોલ જામી રહ્યો છે. ખાસ કરીને વહેલી સવારે અપડાઉન કરતા નોકરીયાત વર્ગને ગરમ વસ્ત્રો ધારણ કરવાની ફરજ પડી છે. સુટકેસમાં પેક કરીને મુકેલ ગરમ વસ્ત્રો બહાર કાઢ્યા છે. સાથે સાથે પંખા, એસી, કુલર સહિતના ઉપકરણો તેમજ ઠંડાપીણાંનું ચલણ પણ ધીમે-ધીમે ઘટી રહ્યું છે.

રાત્રે ફુલગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળે છે

ધીમે પગલે શિયાળાની શરૂઆતના એંધાણ વર્તાયા

અન્ય સમાચારો પણ છે...