તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • મુ.મંત્રીના કાર્યક્રમમાં વિરોધ કરતાં 50 કોંગ્રેસના કાર્યકરોની અટકાયત

મુ.મંત્રીના કાર્યક્રમમાં વિરોધ કરતાં 50 કોંગ્રેસના કાર્યકરોની અટકાયત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીલ્લાનીપ્રજાના વિવિધ પ્રશ્નો અંગે પંચમહાલ જીલ્લા કોંગ્રસનું પ્રતિનિધ મંડળ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રૂબરૂ મળી રજુઆત કરવા માટે જઇ રહેલા 50 ઉપરાંત કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી ગોધરા શહેર બી ડીવિઝન પોલીસ મથકે ખસેડ્યા હતા.

પ્રજાને પડતે વિવિધ મુશ્કેલી, સમસ્યા અને પ્રજાને લઇ પંચ. જીલ્લા કોંગ્રસનું પ્રતિનિધ મંડળ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રૂબરૂ મળી રજુઆત કરવા માટે મુખ્યમંત્રી કાર્યાલય અને જીલ્લા કલેકટરને પત્ર લખી માંગ કરી હતી. પરંતુ અંગે જીલ્લા કોંગ્રેસ છેલ્લે સુધી સમય ફાળવતા પંચમહાલ જીલ્લા કોંગ્રેસ પક્ષ પ્રમુખ સી.કે.રાઉલજીના નેતૃત્વમાં રેલી યોજી ભારે સૂત્રોચ્ચાર કરતા મુખ્યમંત્રી જયાં આવવાના હતા. તે તરફ કુચ કરેલ અને પ્રજાની મુશ્કેલી સીએમ સમજે તેવી માંગ સાથે ધારાસભ્ય કાર્યાલયેથી નિકળી પરવડી તરફ આગળ વધતા કોંગી કાર્યકરોને આગળ વધતા ગાંધી પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક જામી થતાં પોલીસ તંત્રએ અટકાવ્યા હતા. ત્યારે ભારે ખેંચતાણ અને પકડા પકડીનો દાવ ખેલાયેલો હતા. ત્યારે 50 ઉપરાંત કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. જેમાં જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અજીતસિંહ ભટ્ટી, ઉપપ્રમુખ પપ્પુભાઇ ઘડીયાળી, રફીક તિજોરીવાલ, ગોધરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગણપતસિંહ પટેલ, બ્રિજેલ રાઉલજી, ઉસ્માન બેલી, વિઠલભાઇ પરમાર સહિતનાઓની અટકાયત કરી હતી. અને ગોધરા શહેર બી ડીવિઝન પોલીસ મથકે ખસેડ્યા હતા. મુખ્યમંત્રી કાર્યક્રમ સ્થળેથી વિદાય થયા બાદ તમામને મુકત કર્યા હતા. ત્યારે કાર્યકરોમાં ભારે આક્રોશ અને નારાજગીનું વાતારવણ પેદા થયેલ હતુ.

મુ.મંત્રીના કાર્યક્રમનો વિરોધ કરતા કાર્યકરોની અટક કરી હતી. તસવીર-હેમંતસુથાર

ગાંધી પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક જામ થતાં પોલીસે અટકાવ્યા હતાં

ગોધરા શહેર બી ડીવિઝન પોલીસ મથકે ખસેડવામાં આવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...