તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરાના મ્યુ ન 3માં જર્જરિત દાદરથી લોકોને ભારે જોખમ

ગોધરાના મ્યુ ન-3માં જર્જરિત દાદરથી લોકોને ભારે જોખમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાશહેરામાં વર્ષો પૂર્વ બાંધવામાં આવેલા મ્યુ ન-3માં દાદર જર્જરિત હાલતમાં જોવા મળતા જોખમી હાલતમાં ભાસે છે. ત્યારે કોઇ અકસ્માત બનશે તો કોણ જવાબદાર તેવા પ્રશ્રાર્થ ઉભા થયા છે. સ્થાનિક વેપારીઓ દ્રારા પાલિકામાં રજૂઆત કરવા છતાં નિવેડો આવ્યો નથી.ે

ગોધરા બસસ્ટેન્ડ પાસે આવેલ મ્યુ -3માં આશરે 70 ઉપાંતની દુકાન આવેલી છે. જેમાં વિવીધ ધંધા વેપારીઓ કરી રહ્યા છે. વર્ષો પૂર્વે બાંધવામાં આવેલા નગર પાલિકા હસ્તકની ઇમારત રામસાગર તળાવાની પાળે આવેલી ઓવાથી કોર્ટમાં તઇાવની ફરતે આવેલ બાંધકામ સામે કેસ ચાલી રહ્યો છે દરમ્યાન મ્યુનિ. નં-3માં આવેલી એક માળના ઇમારતમાં આશરે 30થી વધુ દુકાનો આવેલી છે. પરંતુ જ્યારથી બાંધકામ કર્યા બાદ આજદિન સુધી તેની મરામત કરાઇ નથી. તેવા આક્ષેપ સાથે વેપારી ગુનિયનના આગેવાન નવનીત મહેતા દ્રારા જણાવાયુ હતુ કે બગીચા સામે આવેલ ઇમારતના પ્રથમ માળના ભાડુઆતો દરરોજ પરથી અવરજવરથી કરે છે. તે ઉપરાંત 400થી વધુ મુલાકાતિઓ દાદાર થી પસાર થાય છે. પરંતુ દાદરના અમુક ભાગ સ્લેબ ઉખડીને નીચે પડેલ છે. જેતે વખતે અચાનક સિમેન્ડ નીચેુ પડતા વેપારીઓ પણ દોડધામ મચાવતા ગભરાહટ વ્યાપી ગઇ હતી.વેપારીઓમાં ચિંતા વ્યાપી હતી પરંતુ આવી હોનારત એટલે કે કોઇને જોખમ પેદા થાય તે માટે નગરપાલિકામાં રજૂઆત કર્યાના દિવસો પસાર થા બાદ આજદિન સુધી ઉકેલ આવ્યો નથી. આગેવાન નવનીત મહેતા દ્રારા જણાવાયુ હતુ કે ગત ચોમાસામાં મુશળધાર વરસાદથી કારણે ધાબાના 50 ટકા ઉપરાંતનો ભાગ સિમેન્ટનો નીચે ઉખડી ગયેલ છે. સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી પરંતુ આગામી સયમાં ભારે નુક્સાની પહોચીને કોઇનો ભોગ લે તો નવાઇ નહી .

રજૂઆત કરવા છતાં કોઇ નિવેડો નહિ

અકસ્માત સર્જાશેે તો જવાબદાર કોણ

અન્ય સમાચારો પણ છે...