• Gujarati News
  • પંચમહાલમાં પુરવઠા વિભાગની કુંટુંબ મોજણીમાં માત્ર 12% કામગીરી પૂર્ણ

પંચમહાલમાં પુરવઠા વિભાગની કુંટુંબ મોજણીમાં માત્ર 12% કામગીરી પૂર્ણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા

પંચમહાલમાંપુરવઠા વિભાગ દ્વારા હાથ ધરાઇ રહેલી કુંટુંબ મોજણીમાં ઓપરેટરની અછતથી માત્ર 12 ટકા પૂર્ણ થતાં કામગીરી પર માઠી અસર પહોંચી રહી છે. આથી ઓગસ્ટ સુધીમાં અભિયાન પૂર્ણ કરવાની તૈયારી સાથે જિલ્લા કક્ષાએ શિક્ષિત બેરોજગારની મંગાવાયેલી યાદી અનુસાર નવી પસંદગી પ્રક્રિયા કરીને તેઓને તાલીમ અપાઇ છે

પંચમહાલમાં ગરીબોને અનાજનો જથ્થો આપવા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો અન્વયે 602 ગામના 256027 જેટલા કુંટુંબમાં આશરે 1650795 જેટલી વસ્તીની મોજણી છેક જાન્યુઆરીથી શરૂ કરાઇ છે. શરૂઆતમાં 131 જેટલા કોમ્પ્યૂટર ઓપરેટર હતા. પરંતુ કામગીરીમાં ઓપરેટરનો અભાવ, યંત્રનો અભાવ, નેટ કનેક્ટિવિટી, સમજણનો અભાવ, મંથરગતિને કારણે માંડ 12 ટકા પહોચી છે. અને ધીરેધીરે કામગીરી છોડતા જતાં હાલ ઓપરેટરની અછતે કામગીરીમાં માઠી અસર પહોચી છે. આગામી ઓગસ્ટ સુધીમાં અભિયાન પૂર્ણ કરવાની સજ્જતા સાથે કામગીરીમાં ગતિશીલતા લાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. રોજગાર કચેરી મારફતે શિક્ષિત બેરોજગારોની યાદી મંગાવીને તેઓને તાલીમ આપવાનું આયોજન કરાયું છે. લાયકાત,પાસપોર્ટ સાઇઝના ફોટા, ઓળખપત્ર, કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા બેરોજગારોએ પુરવઠા કચેરીમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ઓપરેટરની જરૂરિયાત વર્તાતાં કામગીરીમાં ગતિશીલતા લાવી સમયમર્યાદામાં પૂર્ણ કરવા કલેકટર પી.ભારથીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી એમ.એસ.ગઢવી દ્વારા 185 નવા ઓપરેટર્સની પસંદગી કરવામાં આવી છે. ગોધરામાં તેઓને કામપદ્ધતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

ઓછી કામગીરી કરનારાના મહેનતાણામાં કાપ

^અગાઉની કામગીરીની સમીક્ષા બાદ 50 ટકાથી ઓછી કામગીરી કરનારા ઓપરેટર્સનું નિયમાનુસાર મહેનતાણું કાપવાની સાથે છુટા કરવાની કાર્યવાહી હાથ ધરાશે. અને સરપંચ, તલાટી, ગ્રામસેવકો પણ સહકાર આપે. >એમ.એસ.ગઢવી, જિ. પુરવઠા અધિકારી