• Gujarati News
  • પંચમહાલમાં ઔદ્યોગિક એકમો મકાનો ભાડે આપવા પર નિયંત્રણો

પંચમહાલમાં ઔદ્યોગિક એકમો/મકાનો ભાડે આપવા પર નિયંત્રણો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા |પંચમહાલ જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર જિલ્લામાં ઔદ્યોગિક એકમો કે મકાનો ભાડે આપવા પર નિયંત્રણો મુકયા છે. જિલ્લાના વિસ્તારના ઔદ્યોગિક એકમો કે મકાનના માલિકોએ સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્યકિતને ભાડે આપી શકશે નહિ. ભાડે આપતા પહેલા ભાડુઆતની ઓળખાણ સહિતની જરૂરી તમામ માહિતી નિયત ફોર્મમાં આપવાની રહેશે.