• Gujarati News
  • શહેરાના ધામણોદમાં આગ લાગતાં 3 મકાન બળીને ખાખ: આગ અંગે રહસ્ય

શહેરાના ધામણોદમાં આગ લાગતાં 3 મકાન બળીને ખાખ: આગ અંગે રહસ્ય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરાતાલુકાના ધામણોદ ગામે આવેલા વાવ ફળીયામાં ગુરુવારે સવારમાં ત્રણ મકાનોમાં આગ લાગતાં તમામ ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. જોકે કોઇ જાનહાનિ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે ઘરની તમામ ઘરવખરી બળી ગઇ હતી. જ્યારે પત્નીને કોઇ આડો સંબંધ છે તે વહેમે તેને કુહાડી મારતાં પગમાં ફ્રેકચર થઇ જતાં તેને વડોદરા સારવાર માટે લઇ જવાઇ હતી.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર શહેરા તાલુકાના ધામણોદ ગામે આવેલા વાવ ફળીયામાં ગુરુવારે સવારે 3 મકાનોમાં આગ ફાટી નીકળી હતી. જોકે આગનું ચોકકસ કારણ જાણી શકાયું નથી. બીજી તરફ આગને પગલે સમગ્ર ફળિયામાં દોડધામ મચી જવા પામી હતી. આના કારણે એક તબક્કે ઉત્તેજના વ્યાપી હતી. સ્થાનિક લોકો દ્વારા આગ ઓલવવા માટે પાણીના બંધા મંગાવવા માટે ગોધરા ફાયર બ્રિગેડમાં ફોન કરવામાં આવ્યા હતા. શહેરા પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહેાંચી પરિસ્થિતિ સંભાળી લીધી હતી. જોકે આગ ઓલવવા માટેના પાણીના બંબા આવે ત્યાં સુધીમાં તો તમામ ઘરવખરી આગમાં સ્વાહા થઇ ગઇ હતી. 3 મકાનો પૈકી એકના માલિક ભૂપેન્દ્ર ધીરુભાઇ બારીઆને પોતાની પત્ની સુમિત્રા સાથે ખટરાગ ચાલતો હતો. અને ભૂપેન્દ્રને શંકા હતી કે, તેની પત્નીને કોઇની સાથે આડો સંબંધ છે. રીસ અને મકાનનું બળવું બંને ભેગા થતાં ભૂપેન્દ્રે પત્નીને કુહાડી દ્વારા પહેલાં કોણીના ભાગે માર માર્યો હતો. બાદ પગના ઢિંચણથી નીચે નળાના ભાગે મારતાં સુમિત્રાબેનનો પગનો નળો ભાગી ગયો હતો. આથી સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં સૌપ્રથમ ગોધરા અને ત્યાર બાદ વડોદરા વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પેાલીસે આરોપી પતિ ભૂપેન્દ્રની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો. શહેરા પેાલીસે ત્યાર બાદ એફએસઅલને પણ આગ બાબતે જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ધામણોદમાં ત્રણ મકાનમાં આગ લાગતાં ઘરવખરી બળી ગઇ હતી. /તસવીર શ્યામલપટેલ