• Gujarati News
  • ગોધરાની કોર્ટમાંથી કાચા કામનો આરોપી હાથકડી સાથે ભાગી ગયો

ગોધરાની કોર્ટમાંથી કાચા કામનો આરોપી હાથકડી સાથે ભાગી ગયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાકોર્ટમાં મુદત માટે આવેલા કાચા કામના આરોપીને ત્રણ કોર્ટમાં મુદત હોવાથી પોલીસ જાપ્તા સાથે લવાયો હતો. દરમિયાન પોલીસ કર્મચારીને ધક્કો મારી કોર્ટમાંથી ભાગી જતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જેને ઝડપી પાડવા માટે પોલીસની તમામ એજન્સી કામે લાગી ગઇ હતી. ગુરૂવારના બપોરના સુમારે બનેલા બનાવથી કોર્ટ સંકુલમાં પણ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. હથકડી સાથે આરોપી ભાગી જવાના બનાવ અંગે મોડી સાંજે ગોધરા પોલીસ મથકે ફરિયાદ નોંધી હતી.

ગોધરા સબ જેલમાં કાચા કામના આરોપી અસરફ મહદ યુસુફ મેદા (રહે. ગુહ્યા મહોલ્લા, ગોધરા)ની તા.9 એપ્રિલે ગોધરા કોર્ટમાં મુદત હોવાથી કેદી પાર્ટીના બે કોન્સ્ટેબલ સાથે કોર્ટમાં લઇ જવાયો હતો. દરમિયાન બપોરે એકાએક પોલીસને ધક્કો મારીને હાથકડી સાથે આરોપી અસરફ કોર્ટની દીવાલ કૂદીને નાસી ગયો હતો. બનાવે ભારે ખળભળાટ મચાવી દીધો હતો. બીજી તરફ પોલીસ દ્વારા તેનો પીછો પણ કરાયો હતો. જોકે કોર્ટની દીવાલની પાછળ તેનો સાથીદાર બાઇક પર ઉભો હતો અને તેને બેસાડીને નાસી જતાં અનેક ચર્ચાએ સ્થાન લીધું છે. આરોપી તેના કહેવાતા સાથીદારની મદદથી બાઇક પર બેસીને ભાગ્યો હોવાની જાણ થતાં પોલીસની તમામ એજન્સીઓ દોડતી થઇ ગઇ હતી. ચારે તરફ તપાસનો દોર લંબાવ્યો હતો. નાસી ગયેલા આરોપીની તેના નિવાસ સ્થાન તથા અન્ય જગ્યાએ પણ પોલીસની વિવિધ ટીમે શોધખોળ કરી હતી. પરંતુ મોડી સાંજ સુધી કોઇ પત્તો લાગ્યો હતો.

CCTV કેમેરામાં ભાગેલો આરોપી કેદ થયો

હાલમાંપોલીસદ્વારા શહેરના અલગ અલગ સ્થળ પર કેમેરા ગોઢવવામાં આવ્યા છે. જેના આધારે હથકડી સાથે ભાગી ગયેલો આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. બાઇક ઉપર બેસીને ગોધરા બહાર ભાગી જતો હોવાનું જણાઇ આવ્યુ હતું. જેથી પોલીસે તે દિશામાં તપાસ લંબાવી છે.