• Gujarati News
  • પ્રથમવાર ધો.8માં ઓએમઆર પદ્ધતિથી પરીક્ષા લેવાઇ

પ્રથમવાર ધો.8માં ઓએમઆર પદ્ધતિથી પરીક્ષા લેવાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસટી કર્મીઓ માટે કેમ્પ

દોઢગણા વળતરની જાહેરાતથી પંચમહાલના ખેડૂતોમાં આનંદ

એસટી નિયામકની અધ્યક્ષતામાં ઝાલોદ બસ સ્ટેન્ડે લોક દરબાર

બારિયા |દેવગઢ બારિયામાં એસ.ટી કર્મચારીઓનો મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. તસવીરમાં કેમ્પનું લાભ લઇ એસટી કર્મચારી નજરે પડે છે.

ગોધરા |કેન્દ્ર સરકાર દ્વારા પાક નિષ્ફળતા સામે 50 ટકાની જોગવાઇને બદલે 33 ટકાનો નવો સુધારો કર્યો છે. ખેડૂતોને સહાય કરીને નુક્સાનીમાંથી બહાર લાવીને દોઢગણુ વળતર આપવાની જાહેરાતથી પંચમહાલ જિલ્લાના ખેડૂત આલમમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે.ત્યારે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ફરીથી સર્વે કરીને નુક્સાનગ્રસ્ત ખેડૂતોને લાભ આપવા માંગ ઉઠી છે.

ગોધરા |ગોધરા એસટી નિયામક કે.ડી.પરમારની અધ્યક્ષતામાં ઝાલોદ બસ સ્ટેન્ડે લોક દરબાર યોજવામાં આવ્યો હતો.તાલુકા ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસ ચોકી,રાહત પાસ,આંતર રાજ્ય રુટ,રેન બસેરા,સીસીટીવી કેમેરા ગોઠવવા જેવી રજૂઆત કરાઇ હતી. દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ તથા મુસાફરો તથા અગ્રણીઓએ ઉપરોક્ત જરૂરી સૂચન પણ કર્યા હતા.

ગોધરા |ગુરુવારથી પંચમહાલ અને મહિસાગર જિલ્લાની 2200 પ્રાથમિક શાળાઓમા શાંતિપૂર્ણ વાતાવરણમાં વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઇ છે. સ્પર્ધાત્મક અને બોર્ડ પરીક્ષાનો મુહાવરો થાય તે હેતુથી પ્રથમવાર ધો.8માં 40 મિનિટમાં ઓએમઆર પદ્ધતિથી પરીક્ષા લેવાઇ હતી. જેને લઇને વિદ્યાર્થીઓમાં પણ અનેક ચર્ચાઓએ સ્થાન લીધું હતું.જોકે વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા સમજ આપવી પડી હતી.