• Gujarati News
  • ઢેસિયામાં ટેકનિકલ ટીમે સ્થળમુલાકાત લીધી

ઢેસિયામાં ટેકનિકલ ટીમે સ્થળમુલાકાત લીધી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડાનાઢેસિયાના આઠ જેટલા ગામોમા ભાદર યોજના તથા વરધરી તળાવનો લાભ મળતાં આંદોલનની અપાયેલી ચીમકી અંગેનો હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. જેથી ટેકનિકલ ટીમે સ્થળ મુલાકાત લઇને સુવિધા બાબતે શક્યતાઓ તપાસી હતી.

લુણાવાડાના ઢેસીયા, ભલાડા, જીતપુર, વેડ, આગરવાડા વગેરે આઠ ગામ ભાદરની નહેર વડે સાંકળેલો છે. પરંતુ કેનાલ નેટવર્ક બન્યા બાદ હજી એકપણ વખત પાણી મળતાં ખેડૂતો રાહ જોઇ રહ્યા છે. આસપાસનો બિન સિંચાઇ વિસ્તાર આશરે ત્રણ હજાર હેકટર હોવા છતાં અંદાજે 5 કીમીમાં વહેતી મહીસાગર નદીમાં વિપુલ જળ ધરાવે છે. બીજી બાજુએ પાંચ કિમી અંતરે આવેલ વરધરી ગામનું સિંચાઇ તળાવ સુજલામ સુફલામ નહેર વડે જોડાયેલ છતાં લાભ મળતાં ખેડૂતો કૂવા તથા બોરવેલ વડે હાલ સિંચાઇ કરે છે. પરંતુ પૂરતું પાણી ઉપલબ્ધ થતું નથી. આમ પાણીથી વંચિત રહેતા ખેડૂત સંગઠનને તા.21 થી 30 એપ્રિલ સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ હતી. અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્ર દોડતું થઇ ગયું હતું. સુજલામ સુફલામ નહેર સેક્શન ના.કા.ઇ. એચ.એમ.પટેલ તથા ભાદરના પેટા વિભાગના ના.કા.ઇ ટેલર સહિતની ઇજનેરી ટીમે સ્થળ પર આવીને પાણીની સુવિધા બાબતે યાંત્રિક શક્યતાઓની ચકાસણી કરી હતી.જેમાં સુજલામ સુફલામ નહેરના 45 કિમીથી પાણી ખેંચીને 8 કિમી દૂર ભલાડાના સવેરા તળાવમાં ફેંકીને આસપાસના બિનપિયત ધરાવતા વિસ્તારોમાં સુવિધા અપાય તેમ જણાયું હતું.

ઢેસીયામાં પાણીની સુવિધાની શક્યતા માટે ઇજનેરી ટીમે મુલાકાત લીધી હતી.